SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વેગ એટલે શું ? પણ જાઓ તે એટલી જ છે કે, “યુગ એટલે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપી રત્નત્રય.” વસ્તુની સમજ, તે અનુસાર ચાલવાનું શ્રદ્ધાબળ, અને તે પ્રમાણે ચાલવું – આ ત્રણ પગથિયાં કઈ પણ સિદ્ધિનાં કારણે છે. અને તે જ યોગ છે. -એપ્રિલ, ૧૯૪૨ યોગદર્શન યોગ આપણાં છ મુખ્ય દર્શનમાંનું એક છે. સાંખ્યદર્શન અને તેને સંબંધ જોઈ વેગને “સેશ્વર સાંખ્ય” એવું પણ કહેવામાં આવે છે. “ગસૂત્રના દરેક પાને અંતે જે સમાપ્તિસૂચક ઉલ્લેખ હોય છે, તેમાં તેને ઘાતષ્ણ સાહ્યપ્રવરને ચોપરાને ” એવું વિશેષણ લગાડેલું હોય છે. તે ઉપરથી પણ વનિત થાય છે કે, પતંજલિએ પિતાના યોગશાસ્ત્રની રચના સાંખ્ય સિદ્ધાંત ઉપર કરેલી છે. ગરનના પ્રણેતા ભગવાન પતંજલિ ગણાય છે. વિદ્વાનો “યોગસૂત્ર નો રચના-સમય ઈ. સ. પૂ. દોઢ સિકાને આંકે છે, તેથી વહેલે નહિ; અને મોડામાં મેડો ઈ. સ. ના ત્રીજા ચોથા સૈકાન કહે છે. પરંતુ એમ રખે મનાય કે, વિદ્યા એ સમયે ધાઈ અથવા તો એ વિદ્યાને ત્યારે નવેસર કે પહેલવહેલી શોધી કાઢી. તે પૂર્વે ઘણા પ્રાચીન સમયથી લોકમાં ગદર્શન સિદ્ધિ અને સાધનાના ભિન્ન ભિન્ન પ્રકારો રૂપે ગવિદ્યા ચાલુ હતી. પતંજલિએ એ કામ કર્યું કે, એ બધી સૈકાંજૂની અનુભવ-સામગ્રી જોઈ કાઢીને, પિતાની આર્ષ દૃષ્ટિથી, તેમાંથી એક સુસંબદ્ધ અને વ્યવસ્થિત વિદ્યા કે શાશ્વ ઘડી તેને સૂત્રબદ્ધ કર્યું. અને એમ કરીને તેમણે તે બધા અનુભવોને સંગઠિત અને સયુક્તિક રૂપ આપી, તે બધા સાહિત્યમાંથી એક સ્વતંત્ર દર્શનશાસ્ત્ર રચી આપ્યું. આવું એક સમર્થ વિચારક કે ફિલસૂફનું કામ કરી. આપીને, એમણે આર્યપ્રજાના માનસિક, આધ્યાત્મિક તથા ચિત્તશક્તિવિષયક સમસ્ત જ્ઞાનને વ્યવસ્થિત કરી આપ્યું, એ જગત ઉપર એમનું કાયમનું ઋણ ગણાય. “ગસૂત્રનું પ્રથમ સૂવ અથ વાનરયનમ્' છે. તેથી પણ, હિરણ્યગર્ભ વગેરે આદિશાસ્ત્રકારોએ શાસન કરેલ – ઉપદેશેલ શાસ્ત્રને અનુસરતું – તે બધાંના સારરૂપ આ શાત્રુ છે, એવો અર્થ સમજાય છે. આ સૂત્રો ઉપર ભાષ્ય અને ટીકાઓ થયાં છે. ભાગ્ય વ્યાસનું (ચોથું સૈકું) છે; તે ભાષ્યની સમજૂતી “તત્ત્વ વૈશારદી’ વાચસ્પતિ મિશ્ર (મું સૈકું) લખી છે. અને જાણીતી ટીકાઓમાં બે છેઃ એક ભેજવૃત્તિ' (૧ભું સૈકું), અને બીજી વિજ્ઞાનભિક્ષનું “યોગવાતિક (૧૬ સું સૈકું). જાન્યુઆરી, ૧૯૪૫ Inin Education International For Private & Personale Only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy