SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ५२ તે તો ફીક, પશુ ૪૦મા સૂત્રમાં પરમાણુ-મહત્ત્વ સુધીને વીકાર આવતા જણાવ્યા છે, તે શાનુ ફળ છે? અને તે કાને પ્રાપ્ત થાય છે? નિરોધ કરનારને તે એ ઘટે નહીં; કારણ કે નિરોધનું ફળ તે અંતિમ અને મેટું છે, એટલે એ ફળ એકતત્ત્વાભ્યાસ (સ્. કર) વાળાનું જ આનુષંગિક ફળ ગણવું જોઈ એ, અને ત્યાં એ પ્રકરણ પૂરું થઈ જાય. ત્યાર બાદ ૪૧માં સૂત્રથી ૫૧મા સૂત્ર સુધી સમાધિ શબ્દ વાપરીને નિરોધના કાટીક્રમનું નિરૂપણું શરૂ થતું લાગે છે,૧ પણ તે પહેલાં ૪૧થી ૪૫ સૂત્ર સુધીમાં સખીજ સમાધિના નિરૂપણું ( સૂ. ૪૬ ) અંગે સમાપત્તિ શબ્દ વાપરીને સર્વિતક અને નિર્વિત તથા સવિચાર અને નિર્વિચાર સમાપત્તિના વિભાગ વહુબ્યા છે. એ વિભાગે સબીજ સમાધિ છે એમ પોતે જ જમા મૂત્રમાં કહી દે છે. પણ આ સ્થળોએ અર્થ કરવામાં ભારે મતભેદ પ્રવર્તે છે. સૂત્ર ૧૭-૧૮માં નિરાધના જે બે મુખ્ય ભાગેા દર્શાવ્યા–સંપ્રજ્ઞાત અને તેથી અન્ય (અસંપ્રજ્ઞાત ), તે ભાગોને અહીં ૪૧થી ૫૧ સુધીમાં દર્શાવેલ બીજ સમાધિ ( સૂ. ૪૬ ) અને નિષ્ઠા જ સમાધિ (સ. ૫૧ ) એ ભાગા સાથે, તેમ જ ૧૭મા સૂત્રમાં સંપ્રજ્ઞાતના દર્શાવેલ વિતર્ક-વિચાર-આનંદઅસ્મિતાના એ પ્રકારા અને સૂત્ર ૪ર૪માં દર્શાવેલ સધીજ સમાધિના સવિતર્કો—નિવિતર્કો સવિચારા-નિર્વિચારા સમાપત્તિના પ્રકારો સાથે કશો સંબંધ છે કે કેમ ? તેમ જ એ વિતક, વિચાર આદિ પરિભાષાનો અથ શા ? ઔદ્ધ અને જૈન પરંપરામાં ધ્યાન અને સમાધિના નિરૂપણમાં વિતક વિચાર શબ્દો આવે છે, તેમને ત્યાં રો। અર્થ થાય છે, તે અહીં જોતા જઈ એ. બૌદ્ધ પરંપરામાં ધ્યાનની ચાર ફાટીઓમાંથી પ્રથમ ૧. જીએ સૂત્ર ૨૦: નિશધને શ્રદ્ધા-વીય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાપૂર્વક થતા જણાવ્યા છે; અને ૪૮મા સ્વમાં સમાધના કાટીક્રમમાં પ્રજ્ઞા પ્રાપ્ત થતી જણાવી છે, અને ત્યાર બાદ નિબીજ સમાધિરૂપ અ ંતિમ નિરોધ ૫૧મા સૂત્રમાં જણાવ્યા છે. એટલે સમાધિ શબ્દ વડે નિરોધનો કાટીક્રમ જ વણ્વા લાગે છે. Jain Education International ५३ કાટીમાં જે સ્થૂલ પદાર્થનું રૂપ આલંબન તરીકે હાય છે, તેનાં નામ રૂપ અને સંબંધનું જે ધારાવાહી ચિંતન શરૂઆતમાં ચાલે છે, તેને ‘ વિતક ’ કહે છે; અને પછી તે આલંબનના નામ-રૂપ-સંબંધના વિતક વિના ચિત્ત તે પદાર્થ ઉપર સ્થિર થાય અને નિષ્કપણે તેમાં અનુ જ્જન કરેવિચરે, તે ‘ વિચાર ’કહેવાય છે. એ બન્ને વચ્ચેને ભેદ એક ઉપમા વડે આમ દર્શાવાય છે : પક્ષી જેમ એ પાંખ હલાવતું ઊંચે ચડે, તે નામ અને રૂપ નામની બે પાંખાના સંબંધવાળા ચિત્તનું વિતક ધ્યાન છે; વળી જેમ તે પ્ ́ખી ઊડવા લાગ્યા પછી, પાંખાના ફફડાટ વિના, માત્ર પાંખાના વિસ્તારથી જ આકાશમાં પવનના વેગને અનુસરતું અથવા સ્વેચ્છાથી પ્રવાહરૂપે ગતિ કરતું જણાય છે, તેમ ચિત્ત નામ અને રૂપના આશ્રય અથવા મદદ લીધા વિના પોતાના ધ્યેય – આલંબન રૂપે પલટાય, ત્યારે તે વિચાર-ધ્યાન થયું સમજવું. આ એ ભૂમિકાએ સિદ્ધ થયા પછી દ્વિતીય ધ્યાનમાં પ્રવેશ થાય છે, જ્યાં વિતર્ક અને વિચારના ક્ષેાભ વિના ચિત્તના ધ્યેયમાં “ એકેદીભાવ ’ અચલતા – સુપ્રસન્નતા હાય છે; ધ્યાતા અને ધ્યાનની જરાય સ્મૃતિ હોતી નથી; ધ્યેયના ભાવ અચળ દીપ જેવા પ્રકાશી રહે છે. અર્થાત્ વિત અને વિચાર એ શબ્દોની બૌદ્ધ કલ્પનામાં પણુ એ શબ્દોના કઇક પારિભાષિક અર્થ જ ફ્ક છે. ધ્યાનની ભૂમિકામાં શરૂઆતની સ્થિતિમાં આલંબનમાં એકાગ્રતા માટે જે પ્રયત્ન ચાલે, તેને માટે ‘ વિશેષ તક ’ (વિ+તક) એવા શબ્દ શા માટે વાપરવામાં આવે છે, તે સ્પષ્ટ થતું જ નથી. તેમ જ ધ્યેય-આલંબનમાં મનનું એક સરખી રીતે નિમજ્જન થવું, તેને ‘ વિશેષપણે વિચરણુ ' (વિ+ચાર) શા માટે કહ્યું એ બાબતનું પણુ છે. જૈન પરંપરામાં તે। એ શબ્દો તેથી પણ વિશેષ પારિભાષિક અર્થાંમાં વપરાયા છે. શુકલ ધ્યાનની પ્રથમ અને દ્વિતીય કાટીમાં, પૂર્વ ’ નામના શાસ્ત્ર અનુસાર કાઈ એક દ્રવ્યનું અવલંબન લઈ ધ્યાન કરાય છે, તેથી એ બન્ને ધ્યાન ‘ વિતર્ક ’ એટલે કે શ્રુતજ્ઞાન સહિત છે, એમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy