SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જ જોઈ શકે - અર્થાત પુરુષના અર્થને અનુસરીને ક્રમાનુક્રમે નિયત થતા ગયેલા સ્વરૂપે નહીં, પણ શરૂઆતમાં તે બધે ક્રમ જે મૂળ બીજ શક્તિની અવસ્થામાંથી નિયત થતો ગયો હતો તે અલિંગ સ્વરૂપે (-૪૫; ૨૧૯). પછી તે ગુણુવૈતૃશ્ય (૧૬) પૂરેપૂરું પ્રગટ થતાં એ ચિત્ત પૂરતે દશ્યને કશે ‘ભગ’ રૂપી અર્થ જ રહેતું નથી, એટલે અર્થોભાવની – પર વૈરાગ્યની એ સ્થિતિએ (૨૦૧૬ ) કૈવલ્ય જ બાકી રહે છે (રૂ.૫૦, ૪.૩૪ ). . આમ, યોગસૂત્રને બધે ભાર ચિત્તતંત્રને પ્રતિપ્રસવ સાધવા ઉ૫૨ છે. તેને માટે કલેશ તન કરવા જોઈએ અને સમાધિની સાધના કરવી જોઈએ (૨૨ ). અર્થાત્ વૈરાગ્ય અને અભ્યાસ એ બને સાધન એકસાથે કામમાં લાવવાં જોઈએ. કલેશ દૂર થયા વિના માત્ર અભ્યાસબળથી કદાચિત એકાગ્રતા સધાય તેપણુ “પ્રતિપ્રસવ’ સિદ્ધ ન થાય; કારણ કે એ લેશે પિતાને અનુરૂપ કર્મ દ્વારા કશે. પ્રતિપ્રસવ ઊભો થવા જ ન દે. યમ-નિયમ વગેરે ઉપરને વેગસૂત્રને ભાર તે અર્થે જ છે. પછી આગળ (૨૩માં સૂત્રથી) નિરોધના ઉપાયોના વિકલ્પ વર્ણવવાનું શરૂ થાય છે. તેમાં પ્રથમ વિકલ્પ ઈશ્વર પ્રણિધાનને છે; અને તેનાથી અન્તરાયાભાવ પણ થાય છે એમ સૂત્રકાર જશુ છે (સ. ૨૯), ૫ણું સૂત્ર ૩૦-૩૧માં એ અંતરાય વગેરેની વ્યાખ્યા આપીને પછી ૩૨માં સૂત્રમાં જણાવે છે કે, એ અંતરાયો દૂર કરવા માટે એકતત્વને અભ્યાસ કરવો જોઈએ. તે સૂત્રની બાબતમાં, એ અભ્યાસ કોણે કર જોઈએ તથા એક તત્વ એટલે શું, એ અંગે ભારે મતભેદ પ્રવર્તે છે. ઈશ્વરપ્રણિધાનમાર્ગીને તે અંતરાયનિવારણ માટે તે અભ્યાસ કરવાપણું રહે નહીં; એટલે એ વસ્તુ અભ્યાસવૈરાગ્યના ઉપાયવાળા માટે જ આવશ્યક રહે. તે પછી તેને જે “સ્થિરતા માટે યત્ન રૂપી અભ્યાસ” કરવાને છે (સૂ૧૩), તેના કરતાં જુદે - માત્ર અંતરાયનિવારણ માટે જ- આ અભ્યાસ કરવાનું છે ? તે પછી આ જુદા અભ્યાસનું સ્વરૂપ શું? સ્થિરતા માટેનાં યત્નમાં પણ કોઈ એક તત્વને જ અભ્યાસ હશે ને ? વળી સૂત્ર ૩૨માં કહેલું “ એકતત્વ' એટલે કયું તત્વ? હવે, આગળ ૩૩મા સૂત્રથી ૩૯મા સૂત્ર સુધીમાં જે ઉપાયો બતાવ્યા છે, તે ખરેખર ઈશ્વરપ્રણિધાનની પેઠે- નિરોધ માટેના – સ્વતંત્ર વિકલ્પ જ ગણવા જોઈએ ? કે પછી અંતરાયનિવારણ માટે જે એકતત્વને અભ્યાસ કહ્યો છે, તેના વિકલ્પ તે છે ? એમ હોય, તે પછી યોગસૂત્રમાં નિરોધના ઉપાયના માત્ર બે જ વિક૯પે દર્શાવ્યા કહેવાય:-(૧) અભ્યાસવૈરાગ્ય અને (૨) ઈશ્વરપ્રષ્ટ્રિધાન. કારણ, ઈશ્વરપ્રષ્ટ્રિધાનથી (સૂત્ર ૨.૪૫) સીધી સમાધિસિદ્ધિરૂપી ફળ પ્રાપ્ત થતું બતાવ્યું છે, ત્યારે સૂત્ર ૩૩-૯માં દર્શાવેલા વિક૯ વડે ચિત્તપ્રસાદન (સ. ૩૩), કે મનનું સ્થિતિનિબંધન (સૂ. ૩૫) ઈ. જેવું ફળ પ્રાપ્ત થતું બતાવ્યું છે, કે જે “નિરોધ ' કરતાં “એકતવાભ્યાસ ને વિશેષ લાગુ પડે છે.. ૧. તેમાંય ઉપમા અને ૩૬મા સૂત્રમાં આવતી વિષયવતી અને જાતિમતી પ્રવૃત્તિના અર્થની બાબતમાં પણ ભારે મતભેદ છે. સાથે સાથે અહીં કહેતા જેવું જોઈએ કે, પ્રાચીન સમયથી આ પ્રથમ પાદ સમજવામાં કેટલાંક સ્થાને કાણુ માલૂમ પડ્યાં છે; વિષયને કારણે હરશે તે કરતાંય તેના નિરૂપણની બાબતને કારણે. જેમ કે, સૂત્ર ૧થી ૨૦માં નરજાતિના જે પદને અધ્યાહાર છે, તે પદ કયું ? ત્યાં સુધીમાં નિરોધ શબ્દને જ ઉલ્લેખ આવતા હોવાથી નિરોધની વાત જ ત્યાં છે એમ ગણવું જોઈએ. અને ૨૦મા સૂત્રમાં નિધને સમાધિ-પ્રજ્ઞા-પૂર્વક કહ્યો છે. એટલે સમાધિ પદને અધ્યાહાર ગણી શકાય નહીં', ૫ણું પ્રાચીન ટીકાકારે સમાધિ શબ્દને જ અધ્યાહાર લઈ, સંપ્રજ્ઞાત અને સમા પત્તિ એ બધાંનું એકીકરણ કરી દે છે. ૧. તેમાંય ૧૯મા સૂત્રમાં વિદેહપ્રકૃતિને વગ એટલે કે વગ એ બાબત મતભેદ છે જ. For Private Persone ly
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy