SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ તેમ બને છે (૨. ૩૬ ). · અપરિગ્રહ ની સ્થિરતા થતાં ભૂત-વર્તમાનભાવી જન્મ સંબધી જ્ઞાન થાય છે ( ૨. ૩૯); ‘તપ’ વડે અહિંના ક્ષય થતાં શરીર અને ઇંદ્રિયને લગતી સિદ્ધિ પ્રાપ્ત થાય છે (૨. ૪૩) ઇત્યાદિ. પરંતુ યોગસૂત્રકાર યોગનાં આ અંગામાંથી છેવટનાં ધ્યાનધારણા-સમાધિ એ ત્રણથી [જેમને માટે તે ભેગા એક શબ્દ ‘સયમ’ વાપરે છે (રૂ-૪)], જ્ઞાન અને શક્તિની જે ઉત્તરેતર સિદ્ધિ વર્ણવે છે, તે ખાસ લક્ષમાં લેવા જેવી છે. જેમ કે, સૂર્યમાં સંયમ કરવાથી આખા ભુવનનું જ્ઞાન થાય (રૂ. ૨૬ ); ચંદ્રમાં સક્ષમ કરવાથી તારાવ્યૂહસાન થાય (રૂ. ૨૭); કેંદૂપમાં સંયમ કરવાથી ક્ષુધાપિપાસાની નિવૃત્તિ થાય (રૂ. ૩૦); પરશરીરપ્રવેશ કરવાની શક્તિ પ્રાપ્ત થાય ( રૂ. ૩૮ ); જળ-૫ –કટકમાં ચાલતાં પણ બાધા થાય નહી' ( રૂ. ૩૯); દિવ્ય શ્રેત્ર ( રૂ. ૪૧ ), આકાશગમન ( રૂ. ૪૨ ), ભૂતય ( રૂ. ૪૪), અણિમાદિ સિદ્ધિને પ્રાદુર્ભાવ થાય (રૂ. ૪૫ ); કાયસ'પત્ પ્રાપ્ત થાય (રૂ. ૪૬ ) ત્યાદિ. પણ એ બધા કરતાંય વિશેષ તો એ છે કે, અમુક જગાએ સંયમ કરવાથી વિવેકખ્યાતિ થતાં સર્વ ભાવાનું અધિાતૃત્વ અને સર્વ જ્ઞાતૃત્વ પ્રાપ્ત થાય ( ૨૪૯) અને છેવટે કૈવલ્ય ( રૂ.૫૦ ) પશુ પ્રાપ્ત થાય (રૂ. ૩૧-૬; પર; ૪૨૫, ૪૩૧, ૪૩૪). આમ, ચિત્તવૃત્તિ-નિરોધની યોગસાધના એ કઈ જ્ઞાન કે શક્તિની દૃષ્ટિએ દરિદ્ર બનવાની સાધના નથી; ઊલટું, તેમની પરાકાષ્ટા રૂપ એટલું જ નહી પણુ તેથી પર (રૂ.પ૦) એવી અવસ્થા છે. પરંતુ, ચિત્તની વૃત્તિના સંચમથી જ્ઞાન અને શક્તિની આટલી પ્રચંડ સિદ્ધિ થતી માનવી, એના અર્થ શું ? યોગસૂત્રકાર સ્પષ્ટ જણાવે છે કે, બાહ્ય જગતનું સ્થૂલ સ્વરૂપ નિયત થયું છે, તેમાં દ્રષ્ટા – ભાતાના ‘ અથ ’ જ રહેલા છે ( ૨૨૧); અને એ દશ્ય ‘પ્રત્યય ' દ્વારા એટલે કે ચિત્તની વૃત્તિમાં આઢ થઈને જ (૨૨૦, રૂ.૩૫) દ્રષ્ટાના અર્થ સાધી શકે છે. અર્થાત્ પુરુષના Jain Education International ४९ ધર્માંધ એટલે કે ક્લેશ-કમ દ્વારા તેને જે ભાગ' થવા જોઈએ તે જાતનું ખાદ્ય દૃશ્ય ( ગ્રાહ્ય ), તેને વૃત્તિમાં આઢ કરવા માટેનું ઇંદ્રિયાદિ કરણત ંત્ર ( ગ્રહણુ ), અને છેવટે તે અનુસાર ચેતંનના સારૂપ્સવાળી વૃત્તિ (ગ્રહિતા ) ( ૨૬; ૨૨૩) – એ બધુ ગાવાય છે. હવે વૈરાગ્યથી એ દૃશ્યમાત્રમાં હૈયબુદ્ધિ દૃઢ થાય, તે જે ક્રમે આ બધું ગ્રાહ્ય – ગ્રહણ – ગ્રહિતાનું તંત્ર ગાળવાયું હતું, તેના ‘પ્રતિપ્રસવ ’ થાય. પણુ એ પ્રતિપ્રસવ ગ્રાહ્યને સર્વોમાં લાગુ ન ડે; કારણ કે એમાં આરબ્ધ પૂર્વકની આડ છે એટલું જ નહી, પણ · એ ‘ગ્રાહ્ય ' ખીન્ન ચિત્તોને પશુ સાધારણ છે ( ૨૨૨ ); એટલે કૃતા પુરુષ પ્રત્યે એ ‘ નષ્ટ ’કહેવા છતાં અમુક અર્થમાં અનષ્ટ ' રહેવાનું. તેથી એ પ્રતિપ્રસવ મુખ્યત્વે ગ્રહણુ અને હિતૃ-તંત્રમાં વધુ ઝડપે શરૂ થાય. તેમાંય ગ્રહણુ-તંત્ર કરતાં ગ્રહિત-તંત્રમાં જ વિશેષ થાય. તેથી દશ્યને ત્યાગ અને નાશ એટલે હિતાની દષ્ટિએ ચિત્તવૃત્તિ ઊભી થવાની બાબતમાં જ પલટા. આમ સાધનાની – પુરુષાર્થની દૃષ્ટિએ વૈરાગ્ય અને ચિત્તની વૃત્તિઓના નિરાધના અભ્યાસ એ જ વધુ સ્વતંત્ર વાત કહેવાય. એ પ્રહિતૃ-તંત્રમાં સાચા અર્થમાં પ્રતિપ્રસવ શરૂ થાય, એટલે તાત્ત્વિક રીતે ગ્રહણ અને ગ્રાહ્ય તંત્રમાં એટલા પ્રતિપ્રસવ તે યોગીને માર્ટ સિદ્ધ થાય જ; ભલે બાહ્ય સૃષ્ટિમાં ભીન્ન ચિત્તોના કલેશ કમને સાધારણુ એવું એનું સ્થૂલ સ્વરૂપ કાયમ રહે, તેથી જેટલી આંતર પ્રતિપ્રસવની માત્રા ચહિતૃતંત્રમાં ઊની થાય, તેટલી બાહ્ય ગ્રહણુ અને ગ્રાહ્ય-તત્રમાં યાગીની શક્તિ – સિદ્ધિ ઊભી થાય: સ્થૂલ ઇંદ્રિયાની શક્તિને કે સ્થૂલ પદાર્થોની શક્તિની માત્રાને તેટલા પૂરતી તે ઉલ્લથી જાય. એમ કરતાં કરતાં આંતર પ્રતિપ્રસવની માત્રા એટલી તીવ્ર થઈ ાય કે, તેની જ્ઞાનશક્તિ ઉપર તેનાં કલેશ-કમની અપેક્ષાએ જે કાંઈ આવરણું ઊભું થયું હતું તે દૂર થઈ જાય, ત્યારે તેનામાં ઋતભરા પ્રા અને સર્વજ્ઞતા પ્રગટે. એ પ્રજ્ઞા બાહ્ય પદામાત્રને તેના સાચા સ્વરૂપે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy