SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય છે. અને એ ધ્યાન દરમિયાન ચિત્ત કાઈ વાર દ્રવ્ય ઉપરથી પરિણામ ઉપર અને પરિણામ ઉપરથી દ્રવ્પ ઉપર આવે, કે દ્રવ્ય ઉપરથી તેના વાચક શબ્દ ઉપર કે શબ્દ ઉપરથી દ્રવ્પ ઉપર આવે, તેમ જ મન-વાણી કાયા એ ત્રણના વ્યાપારામાં પણ કોઈ એક ઉપર સ્થિર રહેવાને બદલે વારંવાર સંક્રમણુ ( ‘ વિચરણુ-વિચાર ') કર્યા કરે, તે ‘ વિચાર ’ કહેવાય. અને એ આલંબનના કેઈ એક પરિણામ ઉપર જ ચિત્તને નિશ્ચલ કરી, શબ્દ અને અર્થના ચિંતનનું કે મન~ વાણી—કાયાની પ્રવૃત્તિઓનું કશું સંચરણ ન કરે, તે તે ‘ નિર્વિચાર ’કહેવાય. આ છે કાટીએ સિદ્ધ થયા બાદ ચિત્ત નિપ્રકપ અની જાય છે. આમ વિતક અને વિચાર એ શબ્દોને જુદી જુદી પરપરામાં પારિભાષિક અર્થ જ લેવાય છે, એ શબ્દોના ઉપયોગવાળાં સ્થળા સામાન્ય રીતે સમળવાં મુશ્કેલ હાય છે; અને તેમના અર્થ કરવામાં મતભેદને સ્થાન રહે છે. યાગસૂત્ર પણ તેમાં અપવાદરૂપ નથી. આ અનુવાદમાં આ બધાં સ્થળોએ એક સળગસૂત્ર તથા સમજી શકાય તેવા અર્થ કરાયા છે; અને આખી વસ્તુ પરંપરાથી ચાલી આવતી પ્રણાલિને જ અનુસરીને રજૂ કરવાને ખદલે, વિષય વિશદ થાય અને વાચકને સુગમ થાય તે પ્રકારે સફળપણે રજૂ કરવામાં આવી છે. પર પરાથી આ વિષયની આસપાસ ઊભી થતી આવેલી ગૂઢતામાં અવશપણે અટવાઈ ગયા વિના, સ્પષ્ટતાથી સીધા અથ પકડવાના પ્રયત્ન થયો છે. યાગ એ આપણી ચેતનપ્રક્રિયાના સાર્વભૌમ નિયમેા અનુસાર વિચારાતી પ્રક્રિયા છે, એવા ખ્યાલ આ નિરૂપણુથી વાચકમાં ઊભા થાય છે, અને તેની આસપાસ લેાકમાનસમાં ઊભે થયેલા ગૂઢતાના અને તજજન્ય કઈક હેયતાના ભાવ દૂર થવામાં મદદ થાય છે. અલબત્ત, આ યોગ વસ્તુ એવી છે કે જેમાં કલ્પના અથવા તરંગને સ્થાન નથી. યાગભાષ્યકારે પ્રાચીન કથન ટાંકીને જણાવ્યું છે Jain Education International ५५ ( રૂ. ૬ ), કે, યોગ વડે જ યાગને જાણવા જોઈએ; ચેગથી જ ચેાગ પ્રવર્તે છે, ‘ચેગ એટલે શું' – આ પુસ્તકમાં ખરેખર આપણા દેશના મહા-ધન અને મહા-શક્તિરૂપ એ યેગ, જ્યારે નવેસર તેના નિરૂપણુ અને પરિશીલનની ખાસ જરૂર છે, ત્યારે ચેાગ્ય વખતે જ આ નવું નિરૂપણ પામે છે. આજે જીવનનાં સક્ષેત્રમાં યાગના પરિબળની અત્યંત જરૂર ઊભી થઈ છે. યોગવિદ્યા એ આપણા દેશમાં વિશેષે ખેડાયેલી એક મહાન વિદ્યા છે. આપણા દેશની પુરાતન ઘણીખરી સિદ્ધિએ કોઈ ને કોઈ સ્વરૂપે યોગવિદ્યાના અનુશીલનને જ આભારી છે, હજારા વર્ષથી ચાલતી આવેલી તેની પરિપાટીમાં ઘણા તબક્કા એવા. અલબત્ત આવી ગયા છે કે જ્યારે તેનું મમ ભુલાઈ જઈ, તેનું અમુક જડ કે વિપરીત અનુશીલન પણ થયું છે. અને તેથી આજે એવી માન્યતા કે ભ્રમ પ્રચલિત જોવા મળે છે કે, એ તે સાધુ-સ’ન્યાસીને કે દ્ર-મંતરવાળાઓના ધંધા છે. પરંતુ એવું કશું નથી. યેગ એ તે વનને જ ધર્મ છે; અને વનની સાચી સમજ કે સિદ્ધિ યોગ વિના શર્ નથી. જીવનની કેળવણી અને પુરુષાર્થ સાધનનું કોઈ પણ ઉત્થાન યોગના રહસ્યને કાઈ ને કાઈ રૂપે સ્વીકારીને જ યથાર્થ પણે સંભવી શકે તેમ છે, આ પુસ્તક આપણી પાસે પડેલા એ મહામૂલા વારસાને, તેની આસપાસ વીંટાયેલ વહેમ અને ગૂઢતાની આડમાંથી છૂટો કરી, વાચકને માટે સુગમ કરશે, અને એ રીતે એ વારસા તેમ જ તેના હકદાર આપણે —એમ બંનેને એકબીજાની વધુ નજીક લાવશે, એમાં શંકા નથી. ગોપાલદાસ પટેલ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy