SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ મર્યાદિત શક્તિનું વિસર્જન જે સ્થાનમાં થાય છે, તે સહસ્ત્રાર અથવ. સહસ્ત્રદલ પદ્મ કહેવાય છે, આ ષટ ચકવેધની પદ્ધતિમાં આપણી સઘળી શરીર-માનસ-શાસ્ત્રની પ્રક્રિયા આવી જાય છે. શરીર તથા માનસ ધર્મોને સંબંધ, દેહની પ્રાણુવા અને મનવા નાડીઓ, અધ્યક્ષ ચેતનને તે નાડીઓ ઉપર અંકુશ, ગજ ધમ વડે યોગીજનને મળતી વિવિધ સિદિઓ, વગેરેનું બહુ વિગતવાર નિરૂપણુ તàમાં મળે છે. જોકે, શક્તિવાદની કૌલમાર્ગની અશ્લીલ પદ્ધતિના વાતાવરણુમાં સામયિકેના શુદ્ધ અતબોધ આપનારા મંત્રગ અને લયમેગ ૫ણુ વગેવાઈ ગયા છે, એ જાણીતું છે. ' આયુર્વેદ સિદ્ધાંત પણ આ બધા સમય દરમિયાન પિતાનું વિશિષ્ટ રૂપ પકડતે જતા હતા. શુશ્રત (૨. ૧. ૫)માં જણાવ્યા પ્રમાણે આયુર્વેદ એ અથર્વવેદનું એક ઉપાંગ છે, અને બ્રહ્માએ પ્રાણીઓ સજર્યા તે પહેલાં આયુર્વેદ સર્યો હતેા. ચરક પશુ કહે છે કે, કેઈ કાળ એ હત નથી, જ્યારે જીવન હોતું નથી કે બુદ્ધિશાળી માણસે હેતા નથી. તેથી કરીને જીવન વિષે જાણુકારીવાળા માણૂસે હમેશાં મેજૂદ હોય છે; અને આયુર્વેદમાં વર્ણવેલા સિદ્ધાંત પ્રમાણે મનુષ્ય શરીર ઉપર પરિણામ ઉપજાવનારી ઔષધિઓ પણ હંમેશ મેજૂદ હોય છે (ઉ. ૭૦. ૨૪ ). વાગભટ્ટ પેતાના ‘ અષ્ટાંગસંગ્રહ માં આયુર્વેદને ઉપવેદ કહે છે (૬. ૧. ૮). બ્રહ્મવૈવર્ત પુરાણ (૨. ૧૬. ૯-૧૦) તે જણૂાવે છે કે, બ્રહ્માએ ચાર વેદ રચ્યા, ત્યારે પાંચમે આયુર્વેદ પણ રમ્યા હતા. ' આ બધી માન્યતાઓ ઉપરથી એટલું જણાઈ આવે છે કે, આયુર્વેદ ચાર વેદ જેવા જ મહત્વને પહેલેથી મનાતા અને અથર્વવેદ સાથે તેને સંબંધ કઈ રીતે પહેલેથી છે. એનું કારણ એ લાગે છે કે, અથર્વવેદમાં પણ રોગોના ઉપચાર તથા દીર્ઘજીવન માટેના ઉપાયોનું નિરૂપણ છે. પરંતુ ત્યાં મુખ્યત્વે મંત્રતંત્ર વડે રોગને ઉપચાર વિચાર્યો છે, ત્યારે આયુર્વેદમાં ઔષધ વડે. દાહિલભટ્ટ કૌશિક સૂત્ર (૨૬. ૨) ઉ૫ર ટીકા કરતાં એમ પણ જણાવે છે કે, વ્યાધિઓ બે પ્રકારના છે , આહારનિમિત્ત અને અશુભ પાપાચરણ-નિમિત્ત. આયુર્વેદ પહેલા પ્રકારના વ્યાધિઓ માટે છે, અને અથર્વવેદના ઉપચાર બીજા પ્રકારના વ્યાધિઓ માટે છે. ચરક પણુ પ્રાયશ્ચિત્તને ભેષજ (ઔષધ) કહે છે. કારણુ, પ્રાયશ્ચિત્ત પાપજન્ય વ્યાધિને દૂર કરે છે. (૬. ૧. ૩). મહાભારતમાં અષ્ટાંગ આયુર્વેદનો ઉલ્લેખ છે અને બુદના વખતમાં તે વૈદાને શાસ્ત્ર તરીકે ઉલ્લેખ સ્પષ્ટપણે મળે છે. અથર્વવેદમાં જ હજારે વૈદ હજાર ઔષધોને પ્રયોગ કરતા હતા એ ઉલ્લેખ છે. (૨. ૯, ૩). ૧ : શરીરમાં અસ્થિઓની સંખ્યા (૩૬ ૦ ); હૃદય, લીહા વગેરે અવય; નાડી, શિરા, ધમની, સ્રોતસ; પ્રાણ, ગર્ભ, લિંગશરીર; ધાતુઓ, ધાતુવૈષમ્ય, વાયુ, પિત્ત, કફ, શિરસ, મસ્તિક, હૃદય, મનસ, ચિત્ત, બુદ્ધિ, સ્નાયુ-એ બાબતની વિવિધ વિચારણા આયુર્વેદના ગ્રંથમાં છે. તે ઉપરથી એટલું જણાય છે કે, તંત્રની નાડીકલ્પના ચરક શુશ્રુતના વૈદકવિજ્ઞાનથી જુદી છે. મેરુદંડ, સુબ્રુષ્ણુ, વજો, ચિત્રિણી, સહસ્ત્રાર, ઈડા, ગાંધારી, હસ્તિજિ વગેરે નાડીઓ અને ચક્રનું જે વર્ણન તંત્રમાં આવે છે, તે આયુર્વેદના ગ્રંથમાં નથી, આયુર્વેદમાં માત્ર રોગ વગેરે આકસ્મિક દુ:ખના નિવારણે જ ઉપાય નથી વિચારાયે; પરંતુ કાયમી દુઃખનિવૃત્તિ અંગે અને તત્વજ્ઞાન અને મેક્ષના અંતિમ ઉપાયને પણ વિચાર થયેલો છે. જેમ કે, ચરકને મતે દુ:ખના હેતુએ બુદિબ્રશ, ધેયંબંશ, સ્મૃતિભ્રંશ, કામ અને કમની વિષમતા તથા અગ્ય વસ્તુનું સેવન એ છે. બુદ્ધિ, ધૃતિ અને સ્મૃતિના બ્રશથી જે અશુભ કમ થાય, તેનું નામ “ પ્રજ્ઞાપરાધ ” છે. તે સર્વ દેને બહેકાવે છે. 1. ૨. ૧૧, ૨૫; ૨૨. ૩૪૨. ૮૬-૭; ૧૨. ૨૦. ૨૧ઃ શલ્ય (શસ્ત્રક્રિયા), શાલાકય (મસ્ત ક-રોગના ઉપચા૨), કાયચિકિત્સા, ભૂતવિદ્યા, કૌમારભૂત્ય (બાળ૬), અગદતંત્ર (વિષયવૈદું'), રસાયણ અને વાજીકરણું. તેમાંથી ભૂતવિદ્યાને ઉલ્લેખ ઉપનિષમાં (છાંદે ૭. ૧, ૨) આવે છે. ૨, મહાવચ્ચ૦ ૬, ૧, ૧૪, Jain Education international For Private & Personale Only www nary
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy