________________
યોગ અને મેક્ષમાં સર્વ વેદનાને અભાવ થાય છે, એગ મોક્ષને પ્રવર્તાવે છે, અને મોક્ષ દુ:ખની વિશેષ નિવૃત્તિ કરે છે, આમાં, મન, ઈદ્ધિ અને અર્થોને સંબંધ થતાં સુખદુ:ખ પ્રગટ થાય છે. જ્યારે આત્મામાં જ મન સ્થિર થાય છે, ત્યારે પ્રવૃત્તિના અનારભને લીધે સુખદુઃખ બંને નિવૃત્ત થાય છે, અને વિશિવ પ્રાપ્ત થાય છે, સશરીર પુરુષને આવું વશિત્વ ઉત્પન્ન થવું તેનું નામ ગ, આ યુગ વડે આઠ પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે – ચિત્તને ઈરછામાં આવે તે વિષયમાં આવેશ ઉત્પન્ન કરી શકાય છે, અને અર્થોનું સર્વી શે જ્ઞાન મેળવી શકાય છે.
આમ આયુર્વેદ પણ છેવટે તત્ત્વજ્ઞાન અને યોગવિદ્યાના અંતિમ નિરૂપણુમાં જ ચરિતાર્થ થાય છે,
આગળના ખંડમાં આપણે પ્રાચીન સમયથી માંડીને જુદા જુદા કાળ દરમિયાન આર્ય પ્રજાની યોગનિષ્ઠતા ” કેવા સ્વરૂપે વ્યક્ત થતી આવી હતી, તેના ઉપર ઊડતી નજર નાખી આવ્યા. જુદા જુદા સિદ્ધાંતે કે માર્ગોનું બાહ્ય કલેવર ગમે તે હોય, પરંતુ આંતર તત્વના સાક્ષાત્કાર માટે જે નવી પરમ દ્રિય અંતરમાં ઊભી કરવાની છે, તે માટે મુખ્યત્વે ‘ અધ્યાત્મયોગ નૈ આશ્રય લેવાનું તે સૌમાં કોઈ ને કોઈ રૂપે સ્વીકારાતું તથા અમલમાં મુકાતું આવ્યું છે. યોગસૂત્રના રચયિતા પતંજલિએ એ બધા માર્ગોમાં રહેલું વેગનું સૂત્ર ઉપાડી લઈ વિદ્યાને એક સ્વતંત્ર શાસ્ત્રગ્રંથ રચ્યું છે. તેમ કરવામાં તેમણે સિદ્ધાંત અંગેની અનાવશ્યક એવી કોઈ ચર્ચામાં ઊતર્યા વિના તથા માર્ગની બાબતમાં પણ કોઈ નિયત ચીલા તરફ વલણુ બનાવ્યા વિના પિતાનું કામ પાર પાડયું છે, એ તેમનું અને ખાપણું છે. તસ્વનિરૂપણની બાબતમાં સાંખ્ય પ્રક્રિયાને તેમણે મુખ્યત્વે સ્વીકારી હોવા છતાં, ઈશ્વરપાસનાના સિદ્ધાંતમાં રહેલું ગતવ જોઈને તેમણે પ્રથમ પાદમાં ચિત્તવૃત્તિનિરોધના વૈકલ્પિક દ્વિતીય સાધન તરીકે
ઈશ્વરપ્રણિધાનને રજૂ કર્યું છે (સ. ૨૩ થી ૩૨ ); અને છતાં ઈશ્વરવાદની ઝંઝટમાં તે જરાય ઊતર્યા નથી. ઈશ્વરના અસ્તિત્વના પ્રમાણુ તરીકે પણ કઈ શાસ્ત્રવાક્ય કે તર્કવાકયે રજૂ કરવાને બદલે, તેમણે સીધીસાદી અને સર્વને જાણીતી એક ભાવનાને રજૂ કરી છે (૬.૨૫). તેવી જ રીતે ઈશ્વરમાર્ગીઓ કે નિયુમાર્ગી એ ધ્યાનપાસના માટે પિતે સ્વીકારેલ ઈષ્ટ કે પ્રતીકની મારામારીમાં મચ્યા રહે છે, તેની પરવા કર્યા વિના તેમણે (૧૯૩૯માં) કહી દીધું છે કે, “યથાભિમત’ એવા કઈ પણ વિષયને આલંબનરૂપ લઈને તમે તમારે ગાભ્યાસ ચલાવી શકે છે. વળી એવા કોઈ ધ્યાને પાસનાના પ્રતીક વિના જ મિત્રી – કરુણા – મુદિતા – ઉપેક્ષા જેવી ભાવનાઓ કે દાન - શીલ – પ્રજ્ઞા -વીર્ય – ક્ષાંતિ - સત્ય આદિ પારમિતાઓની ખિલવણીના માર્ગે અંતિમ પુરુષાર્થના જ સાધન તરીકે વિચારવા લાગ્યા હશે, તેમની પાછળ રહેલું ગતવે જોઈ, તેમણે તે સાધનને પણ બીજાં સાધને જેટલું જ મહત્ત્વ આપી સ્વીકારી લીધું છે (૭૭). પ્રાણુના રેચક, પૂરક અને કુંભક વગેરે પ્રવેગે વડે પણ ચિત્તની સ્થિતિ બંધાય છે એવું સ્વીકારી, હર્ટમાર્ગને પણ સ્થાન આપ્યું છે (૧૯૩૪); વીતરાગ પુરુના ધ્યાન વડે પશુ ચિત્તની સ્થિતિ બંધાય છે એ સૂત્ર વડે (ઉ.૩૭) જે કઈ ખરેખર સિદ્ધ પુરુષે હોય તેમને પણ વેગના આલંબન તરીકે સ્વીકાર્યા છે; પ્રણવ વગેરે વાચક મંત્રોના જપની પાછળની વસ્તુને સ્વીકારી લઈ, મંત્રગને પણ મંજૂર રાખે છે (ઉ. ૨૭-૮ ); વિવિધ ઔષધિઓ અને તપે પણ સમાધિસિદ્ધિ કે બીજી સિદ્ધિઓની પ્રાપ્તિ અર્થે સેવાતાં હશે, તેમની પશુ યથાર્થતા સ્વીકારી લીધી છે૧ (૪૧). એ બધામાંથી કોઈ એકાદ
૧. અલબત્ત, તેમને ઉલ્લેખ સિદ્ધિઓની બાબત અંગે જ છે, પણ એ સિદ્ધિઓમાં વિવેક ખ્યાતિની સિદ્ધિ પણ આવી જ જાય છે, ઉપરાંત અલબેની કિતાબ પાતંજલ ”માં મુક્તિ માટેના ચાર માર્ગોમાં અભ્યાસ, પરાગ્ય અને ઈશ્વરકૃપા ઉપરાંત રસાયણનો પણ ઉલ્લેખ કરે છે, એટલે યોગના ઉપામાં એક વખત ૨સાયણનો - ઔષધિને ઉપયોગ થતો હતો, એ વાત નક્કી છે.
For Prve & Personale Only