________________
३४
થવામાં શૈવ દર્શન ત્રણ ઉપાયા જણાવે છે: (૧), શાંભવ, (ર) શાક્ત, (૩) આણુવ. તેમાં ખીન્ન અને ત્રીજા ઉપાયના વર્ષોંનમાં શૈવ દર્શન શક્તિ તંત્રનું રૂપ પકડે છે,
ઋગ્વેદના દશમા મંડળમાં જે દેવીસક્ત છે તે જેમાં જગતની આદ્યા ચિચ્છક્તિનું સ્તવન કરેલું મનાય છે, તે સૂક્તને શક્તિ સંપ્રદાયનો મૂળ આધાર ગણુવામાં આવે છે. એની છઠ્ઠી ઋચામાં કહ્યું છે, “હું કુક કરનાર બ્રહ્મદેશને હણવા માટે રુદ્રને ધનુષ્ય ખેંચી આપું છું. હું માણુસની વતી લડું છું, ઘાવા-પૃથિવીને વ્યાપી વળું છું” ( ૨૦, ૧૨૫, ૬). “હું પવનની પેઠે વાઉં છું ને વિશ્વની સર્વ વસ્તુઓને જન્મ આપું છું” ( ૦, ૧૨૫, ૮ ),
કેનેપનિષદ ( રૂ. ૧૨, ૪. ૧)માં જે આખ્યાયિકા છે, તેમાં બતાવેલું છે કે અસુરે પર વિજય મળવાથી દેવાને ગવ થયા. એ દેવાનું ભાન દેવીએ ટૂંકાણે આપ્યું ને ઉમા હૈમવતી નામની સુંદરી રૂપે તેમની સામે પ્રગટ થઈ ને તેણે તેમને બ્રહ્મજ્ઞાન આપ્યું.
મહાભારતમાં એક જગાએ દુર્ગા અથવા ઉમાને કૃષ્ણુની બહેન (વાસુવેવસ્ય મશિની) કહેલી છે અને ત્યાં જ તેને ‘ કુમારી ’, ‘ બ્રહ્મચારિણી ' પણ કહી છે. શૈવમતવાળા તેને શિવની પત્ની કહે છે, અને મહાભારતમાં જ ખીજી જગાએ શિવને ‘ ઉમાપતિ ’કહ્યા છે.ર તૈત્તિરીય આર૦ ( ૨૦.૧૮) જેટલા જૂના સમયમાં પણુ રુદ્રને માટે ઉમાપતિ' એ નામ વપરાયેલું જોવા મળે છે.
આગળ જતાં તે બ્રહ્મની માયાશક્તિ બને છે. શક્તિની સહાયતા વિના પરમાત્મા સર્જન-પાલન-સહારનાં કામ કરી શકે નહીં. “ તું, બ્રહ્મ પરમાત્માની સાક્ષાત્ પરા પ્રકૃતિ છે. તારામાંથી આખુ` જગત ઉત્પન્ન થયું છે.” ( મહાનિર્વાણુ તંત્ર). “સર્વ વિદ્યા એ તારા ભેદ છે; જગતમાં . જે સ્ત્રીઓ છે, તે બધી તારાં રૂપો છે.' (દેવીતત્ર ).
૧. વિરાટ૦ ૬-૪.
૨. શાંતિ॰ રૂબર-૬૭.
Jain Education International
३५
આ શક્તિ-ઉપાસનાનું સાહિત્ય તંત્ર’ નામે પ્રસિદ્ધ છે. શક્તિ સિદ્ધાંતની છાયા શૈવામાં, વૈવામાં, બૌદ્યોમાં અને જૈનામાં પણુ છે. અને એ રીતે શક્તિસિદ્ધાંત સર્વદેશી છે. જેમ પચ્ચિદાન દ બ્રહ્મ જે દેવમાં મનાય, તે દેવ પૂજ્ય કાટીમાં પડે, પછી તે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇંદ્ર, વરુણુ, ગમે તે સત્તાવાળા હોય; તેમ ચિદાન દમયી શક્તિ જે જે દેવતામાં અભિવ્યક્ત થાય, તે તે દેવતા પૂછ્યું કેાટીમાં પડે, પછી તે મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, ત્રિપુરા, તારા, કાલાત્તરા વગેરે ગમે તે નામવાળી હોય. કરક એટલા કે, બ્રહ્મવાદી ઉપાસકેામાં દેવને પુરુષભાવ મુખ્ય રૂપે લેવાય છે, તેમ શક્તિવાદી ઉપાસકેામાં દેવતાના પ્રકૃતિભાવ અથવા સ્ત્રીભાવ કે માતૃભાવ પ્રધાન છે,
ચૈતન્યરૂપાપરા શક્તિ સાથે જીવાત્માની પિંડસ્થ મર્યાદિત ચેતનશક્તિનું ઐકય સાધી, અદ્ભુતદશાના સમરસભાવને એટલે સ્વરૂપાન ંદને શી રીતે પ્રાપ્ત કરવા, તેના ઉપાયા શક્તિસિદ્ધાંતમાં ધણા વધુ બ્યા છે. તેમાં માદિ પંચકના સહાયક નિમિત્ત તરીકે જે સ્વીકાર કરે છે, તે “ કૌલ ' કહેવાય છે. જે એવાં દ્રવ્યાદિની અપેક્ષા રાખ્યા વિના પરાશક્તિ સાથે આંતર યાગ વડે સામ્ય સાધી, શિવ અને શક્તિના યાગ સાધે, તે ‘ સામયિક ’, કહેવાય છે. કૌલા ખાઘ ચક્ર, મદ્યાદિ દ્રવ્યપચક, લતાંસાધન વગેરે . સાધન વડે મુદ્ધિવૃત્તિને ઉન્મત્ત બનાવી યોગ સાધે છે; ત્યારે સામયિકા પિંડની અંદરનાં ટ્ ચક્રોમાં, ખાદ્ય દ્રવ્યાદિ સાધન વિના, ભગવતી સાથે ઐકય સાધે છે,
પિ'ડસ્થ સંકુચિત શક્તિ સાધનના ક્રમ વડે વિકાસ પામી પરમ વિભુતા મેળવે છે. આ શક્તિના સાચ અને વિકાસ આપણુા પિંડમાં મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞા નામનાં છ કુલચક્રોમાં થાય છે, અને તે ચક્રોના ચેાગજન્ય વેધ વડે પિંડની મર્યાદિત શક્તિ પોતાના ગ્રંથિભાવને અથવા અર્ધકુંડલિની-ભાવને મૂકી અમર્યાદિત બળવાળી મુક્તકુંડલિની બને છે. આ
૧. બૌદ્ધ ધર્મના શૂન્યવાદના હિમાયતી નાગાર્જુČન ( ઈ. સ. ખીજુ સેકું) ત્રમાગના રહસ્યને જાણનાર હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org