SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ३२ માનનારા ઉપાસકા ભાગવત કહેવાતા. તે ધમ ઉપરિચર વસુ મારત ભારતમાં શરૂ થયા હોઈ, વસુરાજાના ઇષ્ટદેવ નારાયણુ તે વાસુદેવ કહેવાયા, એવું સમજાય છે. વસુરાજાના યજ્ઞમાં પશુવધ કરવામાં આવ્યા ન હતા. યવિધિ આરણ્યકત્ર થામાં દર્શાવેલા માનસ યાગના વિધિ પ્રમાણે થયા હતા; મુખ્ય દેવ હરિ અથવા વિષ્ણુ હતા; આ દેવનાં દર્શન કેવળ ખાદ્ય યજ્ઞ કરનારને થતાં નથી; એ યજ્ઞના કરાવનાર બૃહસ્પતિને એ દર્શીન ન થયાં; એ દેવનું દર્શન ભક્તિ વડે થાય છે, ખીન્ન ઉપાયથી થતું નથી — એવું તે યજ્ઞની આખ્યાયિકા ઉપરથી સમજાય છે. વળી તે દેવનું પૂજન સાત્વત અથવા વૃષ્ણુિ અથવા યાદવકુળના રાજાના કુલધમ હતા, અને તે ધર્મના કૃષ્ણ વાસુદેવે સમુદ્ધાર કર્યો, એટલે તે ધમ સાત્વત તંત્ર નામે પણુ એળખાતા. આ તંત્રમાં પાંચ સિદ્ધાંતા ચર્ચવામાં આવે છે — તત્ત્વ, મુક્તિ, ભક્તિ, યેાગ અને વૈશેષિક (અર્થાત્ પ્રત્યક્ષ વિષયેા ). મહાભારતનું નારાયણીય આખ્યાન એ પાંચરાત્ર સિદ્ધાંતનું જૂનામાં જૂનું ઉપલબ્ધ રૂપ છે. પછીની પર’પરાગત ૧૦૮ સંહિતા પશુ તે સિદ્ધાંતની છે. પાશુપત સિદ્ધાંતના ઇષ્ટદેવ રુદ્ર અથવા શિવ છે. ઋગ્વેદમાં ૨૬ એક દેવ તરીકે જાણીતા છે (૨.૧૧૪). કૃષ્ણ યજુવેંદમાં ( ૪.૫.૧૦) તેમની સ્તુતિ કરતાં જગુાવ્યું છે, “ હે રુદ્ર, તમારું જે કલ્યાણકારી રૂપ છે, જે દુઃખમાત્રને માટે ઔષધરૂપ તથા મુક્તિનું સાધન હેાઈ કલ્યાણુકારી છે, તે રૂપ વડે તમે અમને આનંદ આપો.' તૈત્તિ॰ આરણ્યકમાં તે કહ્યું છે કે ( ૨૦.૧૬ ), ‘વિશ્વમાં જે કાંઈ છે, તે રુદ્રરૂપ છે. રુદ્ર તે જ પુરુષ છે. . . . જે વિવિધ વિશ્વ થયું છે, થાય છે અને થવાનું છે, તે બધું રુદ્રરૂપ જ છે.' યજુર્વેદના શતરુદ્રીયમાં રુદ્રને * પશુપતિ ’ નામ આપ્યું છે. બ્રાહ્મણુ થામાં રુદ્રને ‘શિવ' નામ પણુ આપ્યું છે. પાશુપત સિદ્ધાંત એ શિવ-રુદ્રની પ્રણાલિકા આગળ ચલાવે છે. Jain Education International ३३ પાશુપત સિદ્ધાંતમાં પાંચ પદાર્થો માનેલા છે :— (૧) કારણુ કે પતિ. તે અનાદિ અને અનત એવા વિશ્વાધીપ છે; અને તે સમગ્ર વિશ્વનાં સર્જન પાલન અને સહાર કરે છે. (૨) કા. કારણ પર આધાર રાખનારી અસ્વતંત્ર પદાર્થ તે કાર્યાં. તેના ત્રણ વિભાગ છે : વિદ્યા અથવા જ્ઞાન; કલા અથવા ઇંદ્રિય-મન-બુદ્ધિ આદિ કરણા; અને પરા એટલે વા. સર્વ પ્રકારની વિદ્યા તથા જગત, પાંચ મહાભૂતો ને પાંચ ગુણા, પાંચ જ્ઞાનેદ્રિયા અને પાંચ કર્મેન્દ્રિયા તથા મન-બુદ્ધિ-અહંકાર એ સવ અસ્વતંત્ર હાઈ શ્વિર ઉપર આધાર રાખે છે. (૩) યાગ અર્થાત્ સાધના. જે માનસિક ક્રિયા વડે જ્વ પરમેશ્વરની પ્રાપ્તિ કી શકે તે. (૪) વિધિ અથવા નિયમેા. એટલે કે આંતરબાહ્ય શુદ્ધિ અને સદાચાર. (૫) દુઃખાન્ત ~~~ દુઃખમાંથી છુટકારો. એ અવસ્થામાં બ્વ ઉન્નતિ પામીને મહેશ્વરપદે પહોંચે છે અને તેને સંપૂર્ણુ જ્ઞાનશક્તિ તથા ક્રિયાશક્તિ પ્રાપ્ત થાય છે; જોકે તેનું સ્વતંત્ર વ્યક્તિત્વ કાયમ રહે છે. પશ્ચિમ હિંદમાં લકુલીશ પાશુપત દર્શન છે, તેવી રીતે દાક્ષિણાત્યામાં તામિલ પ્રદેશમાં શૈવાગમ દનર પ્રગટ થયું છે, અને ઉત્તરમાં કાશ્મીર પ્રદેશમાં ત્રિકદર્શન અથવા પ્રત્યભિજ્ઞાદર્શન પણ પ્રગટ થયું છે. તેમાં પ્રાણશક્તિ, સુષુમ્ગાદિ નાડી, કુંડલિનીની જાગૃતિ વગેરેનું નિરૂપણુ વધારે છે. મહાભારતમાં શવત સિદ્ધાંતને ઉલ્લેખ નથી, છતાં શૈવ દર્શન અને શાક્ત દર્શનને સબંધ ધણા ગાઢ છે. સ્વરૂપની * પ્રત્યભિજ્ઞા ’ ૧. શ્રીકૃષ્ણ અને વેદવ્યાસના સમકાલીન, ર. આગમસહિતા ઘડનારા ત્રણ મુખ્ય આચાર્યાં ઈ. સ. પાંચમાથી નવમા સકા વચ્ચે થયા છે. આ તામિલ સાહિત્ય ઉપરાંત શૈવ સિદ્ધાંતનું પ્રતિપાદન સ્વતંત્ર રીતે સંસ્કૃત ભાષામાં પણ થયું છે, અને તે ૨૮ આગમગ્રંથા રૂપે જાણીતું છે. તેમના સમય છે દેગ્ય ઉપનિષદના સમય પુલેથી માંડીને ઈ. સ. ૧૦૦૦ સુધીના ગણાય. ૩. ઈ. સ. ૭૦૦થી ૧૪૦૦, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy