SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વડથ છે (૨૬.૭ ૪૦ ) તે વિશેષ સાંખ્ય સિદ્ધાંતને કે નિષ્ઠાને હરગિજ લાગુ પાડી શકાય તેમ નથી. ગીતામાં નિર્ગુણ બ્રહ્મવાદને અધિકતર કલેશવાળા (૨૨-૫) અને દુઃખે પ્રાપ્ત કરી શકાય એ (૬.૬ ) કહીને પુરુષોત્તમ ઈશ્વરમાં નિષ્ઠાપૂર્વક કર્મગ-ભક્તિયેગને સ્વીકારવાનું જે વલણુ દેખાય છે, તે અર્થમાં જ સાંખ્યનિષ્ઠા અનીશ્વર ' છે. અને આપણે જોઈ શકીએ છીએ કે, ઉપનિષદકાળમાં જ, ક૬૦, શ્વેતાશ્વતર૦ વગેરેમાં નિર્ગુણ બ્રહ્મ કે આત્માને બદલે પરમતત્વ માટે દેવ‘પુરુષ’, ‘વિષ્ણુ” “ઈશાન ', “પ્રભુ', 'રુદ્ર'; “મહેશ્વર', ભગવાન ', કર્માધ્યક્ષ', “સર્વભૂતાધિવાસ ' વગેરે નામે કે રૂપે ઓળખવાનું વલણ શરૂ થયેલું છે; તે જ મહાભારતમાં વધુ પસંદગી પામે છે." સાંખ્ય સિદ્ધાંત જે ઉપનિષદના સિદ્ધાંત અને તત્ત્વથી જુદી-વિપરીત - વાત નિરૂપનારે સિદ્ધાંત હોય, તો તેને ઈશ્વરમાં માનનાર યોગસિદ્ધાંત સાથે એકરૂપ કરાવવાનો પ્રયત્ન અને આગ્રહ વિચિત્ર જ લાગે. પણુ, પરમતત્વને ઈશ્વર કે નિગુણુ પરબ્રહ્મ માનવાની બાબતમાં જ તફાવત હોય, તે તે સિદ્ધાંતને નાસ્તિક કે વેદબાહ્ય શી રીતે કહી શકાય ? ઊલટું, નિર્ગુણ બ્રહ્મને સાંખ્ય સિદ્ધાંત જ ખરી રીતે જાતે ઔપનિષદ સિદ્ધાંત કહેવાય. છતાં નિર્ગુણ- સંન્યાસ નિષ્ઠાને બદલે મહાભારતકાળમાં સગુણકર્મ-ભક્તિ-ધ્યાન નિકા વધુ સમાન્ય થતી જતી હતી; અને તેના જ ફળ રૂપે મહાભારતકાળમાં પાંચરાત્ર અને પાશુપત સિદ્ધાંતે વિશેષ પ્રચારમાં આવતા જતા હતા. આપણે તેમનું સ્વરૂપ ટૂંકમાં જોઈ લઈએ. પવરત્ર સિદ્ધાંત મહાભારતકાળના મહત્ત્વના અને કદાચ વધુ માન્ય એ સિદ્ધાંત છે. વેદના સમયથી વિષ્ણુ એક અગત્યના દેવ તરીકે જાણીતા છે. તે ત્રિવિક્રમ દેવ છે, અને તેમણે ત્રણ પગલાં વડે ત્રણે લોકોને આક્રાંત કર્યા છે એમ ત્યાં કહ્યું છે. તેમનું રૂપ કળી શકાતું નથી, અને તે જે ઝગમગતા પ્રકાશવાળા પ્રદેશમાં રહે છે, ત્યાં પંખીઓ પણ ઊડવાની હામ ભીડી શકતાં નથી (ઝ૦ ૨૧૫૫-૫). તેમને આપત્તિમાંથી ઉગારનાર પણ કહ્યા છે (૪૦૬-૪૯૯૧). ઉપનિષદમાં ‘વિષ્ણુના પરમપદને ધ્વનયાત્રાને આખરી મુકામ કહે છે, ને ત્યાં પહોંચવું એ માણસની મેટામાં મોટી આકાંક્ષા છે (કઠ૦ ૨૩-૯). શતપથબ્રાહ્મણમાં (ઉ.૨૪) જણાવ્યું છે કે અસુર સાથે ઝધડે પડયો ત્યારે દેવોએ યજ્ઞ એવાં વિષ્ણુને જ (1K gવ fag) આગળ કરીને પિતાના ભાગ માટે પ્રયત્ન કર્યો. તે જ ગ્રંથમાં (૧૪.૧) વળી કહ્યું છે કે, વિષણુ જ દેવમાં શ્રેષ્ઠ છે ૧ અને તે પિતે જ યજ્ઞ છે. બીજી બાજુ પુરુષસૂક્ત (ઋ૨૦-૯૦.)ના સમયથી માંડીને સર્વોત્તમ તત્વને ‘પુરુષ' નામે ઉલ્લેખવાની પ્રવૃત્તિ ચાલતી આવી છે. “ભૂત અને ભવિષ્ય જે કાંઈ આપણે જોઈએ છીએ, તે એ પુરપ છે તથા બધું તેમાંથી જ આવેલું છે અને તેને જાણીને જ અમૃતત્વ પમાય છે. એ સિવાય બીજો કોઈ મુક્તિનો માર્ગ નથી.” વળી શતપથબ્રાહ્મણ (૪૩૪)માં “પુરુષ ને નારાયણ સાથે એકરૂપ ગણાવ્યા છે (gવમ્ ટૂ ના યજમ્). તૈત્તિરીય આરણ્યક (૨૦૧૬)માં નારાયણુને વાસુદેવ અને વિષ્ણુ સાથે એકરૂપ ગણ્યા છે (નારાના વિજë વાયુવેવાય , થીfહું તનો વિકg: ... ). • મહાભારતમાં નારાયણીય આખ્યાન શાંતિપૂર્વમાં આવે છે. તે ઉપરથી સમજાય છે કે, ભગવાન-વિષ્ણુ-નારાયણ-વાસુદેવને પરમદેવ ૧. વાજસનેચિસહિતા ૨-૩૦૨૧-૮, ૧૨ અથવું .” ૨૬-૭; ૮-૫-૧૦ ૪૦, '૧, તેમ છતાં નિર્ગુણતત્ત્વ એ જ પરમતત્વ છે એ નકારવાને ભાવ મહાભારતમાં હરગિજ નથી. (શાંતિ રૂરૂ. ૨૧-૮). નારાયણીય પ્રકરણ (રાંતિ રૂ૪૬ ૪૦) કે જેમાં ભાગવતધર્મની સ્થાપનાને ઉદ્દેશ છે, તેમાં પણું નારાયણ પિતે ‘સૂમ, અવિય, અવ્યક્ત, અવિચળ, ને અવિનાશી તન્ય ’ને ભૂતમાત્રના તથા પોતાના આત્મારૂપે પૂજે છે, એમ જણાવ્યું છે. જુઓ પર્વ ૨૨.૨૪૧.૨-૩ પણ ત્યાં “આત્મજ્ઞાન’ને જ યોગકૃત્યને અંત કહ્યો છે. For Private Person Oy
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy