SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ વેગ એટલે શું? તે ‘સક્વાસિતો fણ સ:’ ‘સારેય મંત5: '–તે માણસ સત્યપથ પર છે, તે સત્યાત્મા પુરુષ છે. વાત મુખ્ય એ છે કે, ગમે તેમ કરીને માણસે પિતાનું જીવન ઘડવાનું છે. તે ઘડવાનો ઉપાય એટલે જ યેગ. એગ એટલે જીવનનું કેળવણીશાસ્ત્ર. ( અહીં આગળ વાચકને એટલું યાદ દેવડાવું કે, શ્રી. અરવિંદ ઘેષ કૃત A System of National Education 34991 શ્રી. કિશોરલાલભાઈ મશરૂવાલા કૃત “કેળવણીના પાયા” એ બે સુંદર ને તલસ્પર્શી શિક્ષણગ્રંથમાં આપણા ગદર્શનની છાયા સારી પેઠે જોવા મળે છે. સાથે સાથે એક બીજી વાત પણ અહીં કહેવા જેવી લાગે છે? આપણું એક જાણીતા બાળકેળવણીકારે મૅડમ મન્ટેસરી સાથેની પોતાની મુલાકાત વર્ણવતાં કહ્યું કે, મેંટેસરીએ હિન્દના યોગશાસ્ત્રનું સાહિત્ય મેકલવા તેમને જણાવેલું. આ માગણીમાં તે ભાઈને નવાઈ લાગી હતી કે, આ ડોસીને વળી યુગમાં શે રસ! મને લાગે છે કે, ઘરના આપણે જે કદર ન કરી, તે દૂર દેશની આ સમર્થ કેળવણીકાર બાઈ એ આપણા અદ્વિતીય કેળવણીશાની કરી. અસ્તુ.) * સામાન્યતઃ કેળવણી અમુક ઉંમરે પૂરી થાય એ આપણે ખ્યાલ છે. એ કેળવણી તે અમુક શિક્ષણ માત્ર જ હોય છે. શરૂમાં જ આપણે જોયું એમ, જીવનના ઘડતરની કેળવણી કે આયુવિશેષ વસ્તુ નથી. તે તે જન્મજન્માંતર ચાલનારી વસ્તુ છે. અને યોગ એવી કેળવણીનું વ્યાપક શાસ્ત્ર છે. જે આયુમાં (એટલે કે સમાજને વ્યાપક ગ ૨૦૩ પ્રથમાવસ્થામાં) સામાન્યતઃ આપણે કેળવણીનું સ્થાન સમજીએ છીએ, તે તે આ વ્યાપક જીવન-કેળવણીને પ્રારંભ માત્ર છે. ત્યારે માનસની સર્વ શક્તિઓ તથા વલણ – વૃત્તિઓ સવશે ખીલી નથી હોતી. તે ઉંમરે અમુક પરવશતા પણ સહેજે હોય છે. તેથી પણ સ્વભાવની ખિલવણી સંપૂર્ણતઃ નથી થયેલી હતી. તે બધી ખીલે છે ત્યારે જ જીવનના ઘડતરને સાચો અને કૂટ પ્રશ્ન બરાબર સેળે કળાએ તપે છે. આચાર્ય હેમચંદ્રનું આ ગશાસ્ત્ર તે વખતના કાળ માટેનું, જૈન દૃષ્ટિએ ઘડાયેલું શિક્ષણશાસ્ત્ર છે. તેમણે જે યુગનું આ ગ્રંથમાં સ્વરૂપ બતાવ્યું છે, તે ગૃહસ્થને માટે છે. અને તે પણ મુખ્યત્વે તેનું સ્કૂલ બહિરંગ જે, કહેવાય છે. એ યોગ-સાધનના બે શાસ્ત્રીય ભાગ પાડવામાં આવે છેઃ બહિરંગ, જેમાં યમ, નિયમ, આસન અને પ્રાણાયામ આવી જાય. અને અંતરંગ જેમાં પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન અથવા એ ત્રણને એક નામે કહીએ તે, “સંયમ” આવે. અંતિમ અંગ સમાધિ એ તો યોગનો પર્યાયવાચક શબ્દ જ છે. (જુઓ પાતંજલ યોગસૂત્ર ૧ ના ભાગમાં ‘યા: સનrfઇ: ' એ ઉલેખ.) હેમાચાર્ય આ બહિરંગ પર મોટો ભાર દે છે અને તે આ ગ્રંથનું ત્રીજું આકર્ષક લક્ષણ ગણાય. આખા સમાજને એક પ્રવાહ કરવાની વ્યાપક કવાયત એટલે આપણા યમ અને નિયમ. ધમમાત્રને ઝોક આ બે ગાંગાને સુદઢ કરવા મુખ્યત્વે મથે છે. યમ એટલે પાંચ વ્રત – અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, Inin Education International For Private Personal use only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy