SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ યોગ એટલે શુ? વ્યાપારને જ યેગશાસ્ત્ર, ખરું જોતાં, સમાધિ કહે છે. હરકેાઈ વસ્તુનું સ્વરૂપ પામવા માટેની ચિત્તપ્રક્રિયાનું નામ સમાધિ છે. આથી કરીને જ ચાર સમાપત્તિઓને સવીન સમાધિ કહી છે. તે દ્વારા મનુષ્ય વસ્તુમાત્રનું પરીક્ષણ કરે છે અને તેનું સત્ય પામવા મથે છે. છેવટની નિવિચાર સમાપત્તિ કેાઈ ખાખતનું સત્ય પામવાની છેલ્લી ચાવી છે. તે જગાએ જઈને ચિત્ત કોઈ પદાર્થને પ્રમાણભૂત રીતે પારખી શકે છે. એટલે, નિવિ ચાર સમાપત્તિ કદી નિખી જ કે પદાર્થના પાયારહિત ન હાઈ શકે. કાઈ ને કાઈ લિંગ કે ચિહ્નયુક્ત વાત ચા દૃશ્ય પદાને લઈને તે ચાલે છે. આવું આલંબન તેને હાય જ. તે આલંબનને પદાથ ભલે સૂક્ષ્મ હોય, તેાપણુ તે ત થી અતીત ન હેાઈ શકે. યાગસૂત્રકાર આવા પદાર્થ ની હદ આંકે છે કે, અલિંગ પન્ત તે જાય છે. અહી' સુધી ચિત્તવૃત્તિ કામ કરે છે. પણ તે ચેાગ નથી; ચેગ તે ચિત્તવૃત્તિનિરાધ છે; એમ શરૂમાં જ સૂત્રકાર કહે છે. હવે એ યાદ રાખવાનું છે કે, આત્મા કે સચ્ચિદાનંદ કહેવાતું તત્ત્વ આ હદમાં નથી આવતું. તે દૃશ્યને અંશ નથી; તેને દ્રષ્ટા માન્યા છે. તેથી તે સમાપત્તિને વિષય બની ન શકે. પણ યાગ તે તેને પામવા માટે છે. તેમાં નિર્વિચાર સમાપત્તિ આડકતરું સાધન છે. તે વડે આપણે જગતના સ્થૂલ સૂક્ષ્મ પદાર્થ માત્રનેા તાગ કાઢી લઈએ; તે વડે તે ભાવેાનેા સાચેા મમ પામી શકીએ; કે જે તેમના પ્રત્યે વૈરાગ્ય અથવા અનાસક્તિ છે, અથવા Jain Education International નિજ સમાધિ કે ચાગ-૨ ૧૯૫ જેને બૌદ્ધ તત્ત્વજ્ઞાન ક્ષણભંગુરતા કે ક્ષણિકતા કહે છે અથવા ગીતા ક્ષરભાવ કહે છે (અધિસૂતક્ષરો ભાવ: ), અને જેમાંથી અતેનાષ્ટમ્સ-સિદ્ધિ થાય છે એમ ગીતાકાર જણાવે છે. આ પ્રકારની બુદ્ધિ કે પ્રજ્ઞા જ્યારે જન્મે, ત્યારે જે સંસ્કાર જન્મે છે, તે વિલક્ષણ હોય છે. તે સંસ્કાર કોઈ પદાના આકલનના નથી હોતા, પરતું તેના વિષેના સત્ય જ્ઞાનના આકલનના છે; કે જે પદાર્શ્વમાત્રમાં ક્ષરભાવનું મિથ્યાત્ત્વ રહેલું છે તેને તાવે છે. એટલે કે, ત્યાં આગળ નવી વૃત્તિ બનતી નથી, પણ જે વૃત્તિ બનવા પામે તેને રશકે કે શમાવે એવા સંસ્કાર ઊભા થાય છે. એટલે કે, વૃત્તિનું શમન કરવાની શક્તિ તે પ્રજ્ઞામાં જાગે છે. તેથી એ પ્રજ્ઞા ચિત્તની વૃત્તિએ ઉપર કાબૂ ધરાવે છે; એ પ્રજ્ઞા પાસે ચિત્તવૃત્તિના નિરાધ પેદા કરવાની આવડત હોય છે. તેથી તે વડે વૃત્તિનું નિર્વાણ કરી શકાય છે. એમ અંતે વૃત્તિમાત્રનું નિર્વાણ કરીએ ત્યારે જે દશા થાય, તે ચેાગની નિીજ સમાધિ કે બૌદ્ધ નિર્વાણ દશા છે. અહીંયાં કાઈ સમાપત્તિ નથી, કેમ કે કોઈ દૃશ્ય પદાર્થનું અવલંબન નથી. આથી કરીને નિવિચાર સમાપત્તિ અને નિખી જ સમાધિ અલગ પડે છે. કેટલાક કહે છે કે, આવી સમાધિ શરીરધારી મેળવી શકે ? શરીર છૂટે તે જ એ દશા ન સંભવે ? એને જવાબ આ દશાના અનુભવીએ આપી શકે. પણ જો શરીર છૂટથે દશા સાંપડતી હાય, તેા તેઓ જવાખ આપવા રહે નહી'. એટલે અનુમાનથી જ જવાબ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy