________________
યોગ એટલે શું? જ્ઞાન છે, કે જેને સંસ્કાર નથી; અથવા છે તે એ કે, તે જગતના અનુભવમાત્રના હરેક સંસ્કારને, તે દ્વારા ઊઠતી હરેક વૃત્તિને સહેજે દાબી દે છે. સૂત્ર ૪૦માં કહ્યા પ્રમાણે, આ જ્ઞાન વડે છેવટ સુધીની બધી વાત ઉપર વશીકાર આવી જાય છે. એવો પરમ વશીકાર આવ્યાથી પરમપુરુષનું જ્ઞાન થાય છે; તૃષ્ણારહિતતા આવી જાય છે, અને એમ વૃત્તિમાત્રનું જે બીજ તૃષ્ણા છે તે ટળી જાય છે. * એ જ પરમ વૈરાગ્ય છે. અભ્યાસ અને વૈરાગ્યથી વેગ સધાય છે એમ જે અગાઉ કહ્યું હતું, તેમાં અભ્યાસની અને વૈરાગ્યની અવધિ અહીં પહોંચે આવે છે. અંતરાય કે ફ્લેશ ટાળવાથી ચિત્તપ્રસાદ થાય છે એમ જે સૂત્ર ૨૯-૩૦માં વાત કરી છે, તે પણ આ દશાએ જતાં સિદ્ધ થાય છે: લેશમાત્રની નિવૃત્તિ થાય છે. જે મેળવવાનું છે, તે અહીંયાં પહોંચે મળે છે. જેનો યોગ સાધવાનો છે, તે અહીં સધે છે. આ દશાને ભક્તો તથા જ્ઞાનીઓએ ભાત ભાતની રીત અને રૂપકોથી વર્ણવી છે. તૃષ્ણને નાશ કે નિવણ, કમમાત્રને નાશ, ચિત્તને નાશ, કેવળ જ્ઞાન, કૈવલ્ય - એ શબ્દોથી વર્ણવતી દશા પણ આ જ નિબી જ સમાધિ કે ચિત્તનિરોધ છે. એ પરમ જ્ઞાનની સ્થિતિ છે. ત્યાં પહોંચ્યા પછી પાછા પડવાપણું નથી. તે પરમ ધામ છે, તે પરમ દશા છે. ૧૫-૧૧-'૫૧
અહીંયાં સૂત્ર ૧૫, ૧૬ના ભાવને ઉલ્લેખ છે: दृष्ट-आनुश्रविक-विषय-वितृष्णस्य वशीकारसंशा वैराग्यम् । तत् परं पुरुषख्यातेः गुणवैतृष्णयम् ।
નિબજ સમાધિ કે યોગ-૨ ) નિબજ સમાધિનો વિચાર થોડો વિશેષ કરીએ. તે અંગે એક વસ્તુ જોતા જવા જેવી લાગે છે. આ વસ્તુ નિર્વિચાર સમાપત્તિ અને નિબ જ સમાધિ વચ્ચે સંબંધ. એ બેમાં ફેર છે તે ધ્યાન પર લેવા જેવો છે. એથી કરીને નિબ જ સમાધિનું સ્વરૂપ બની શકે તેટલું વધારે સ્પષ્ટ પણ થાય છે.
સમાપત્તિ એટલે શું તે આપણે જોઈ આવ્યા છીએ. ચિત્તની વૃત્તિની પૂર્વ દશા એ છે. જેવી સમાપત્તિ તેવી વૃત્તિ બને છે. જે સમાપત્તિ શુદ્ધ હોય તો વૃત્તિ શુદ્ધ બને; જે તેમાં વિકાર હોય તે વૃત્તિ તે પ્રમાણે સદેષ બને છે. અને તે મુજબ વૃત્તિ લિષ્ટ કે અલિષ્ટ થાય છે; એટલે કે તે પ્રમાણે સુખ-દુઃખ કે ફ્લેશ-અલેશ અને અંતરાય તથા વિક્ષપો અનુભવમાં આવે છે.
સમાપત્તિનાં વિકારક કારણે બે છે–તક અને વિચાર. તક કરનારી ઇન્દ્રિય-શક્તિને મન કે અંતઃકરણ કહ્યું છે અને વિચાર કરનારી ચિત્તશક્તિને બુદ્ધિ કહી છે. બહારની વસ્તુઓના આકલનમાં તક મદદ કરે છે; બુદ્ધિ તે વિષેને સાચે ભાવ પામવામાં મદદ કરે છે.
આમ, સમાપત્તિ અમુક સંસ્કાર કે પદાર્થને બીજ તરીકે લઈને ચાલે છે અને તેનું સાચું સ્વરૂપ પામવા માગે છે. કેઈ વસ્તુનું ખરું સ્વરૂપ પામવા માટેના ચિત્ત
-૧૩
Forte Person
Only
Education in