SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ યુગ એટલે શું? દેખાતા નથી. આપણે તેમને જુદાં જેવા કે પાડવા તકલીફ લેતા નથી. તેની જરૂર છે એ પણ સાધક થવાથી સમજાય છે. કારણ કે ચિત્તની શુદ્ધિનું કામ અહીં શરૂ થાય છે. એક બીજો દાખલો લઈએ. કેમેરા એક ફેટે લે છે. એ કાચ પર એ જ ફેટે આવી શકે, બીજો નહિ. જે એ ને એ કાચ પર બીજે લઈએ તે ? સમાપત્તિ ચિત્તના કૅમેરાએ લીધેલા નેગેટિવ કાચ જેવી વસ્તુ છે. એક દશ્ય તેના પર લેવાયું, પછી કાચ બદલવો જોઈએ. તેથી જ સમાપત્તિની વ્યાખ્યામાં કહ્યું છે કે, ચિત્ત ક્ષીણ વૃત્તિવાળું હોવું જોઈએ. સમાપત્તિના આ નેગેટિવ કાચને દેવાનું કામ ચિત્તમાં થઈ રહે, તેને “ ટચ-અપ' પણ કરી લેવાય, ત્યાર પછી તે સાફ ફેટા રૂપે રજૂ થાય છે. અને એમાં હોશિયારી કરી શકાય છે. તેથી અંગ્રેજીમાં રૅશનલાઇઝેશન’ શબ્દ છે, તેમાં એ ભાવ પણ પડે છે કે, પાછળથી ખાલી દલીલબાજી કરાય છે, બાકી ખરી વાત તો જુદી હોય છે. પરંતુ એ એનો શુદ્ધ અર્થ નથી. એને શુદ્ધ અર્થ તો સમાપત્તિને સંધવી અને બુદ્ધિકે વિચાર- પૂત કરીને તેને રજૂ કરવી એ છે. સાદી ભાષામાં કહીએ તે, આપણને જે સમાપત્તિ થાય તે વસ્તુ જેવી જે-રૂપ હોય તેવી સાચેસાચી થવી જોઈએ. મતલબ કે, આપણા ચિત્તમાં દરેક વાતનું સાચું જ્ઞાન થવું જોઈએ. તે થતું નથી. એટલે કે, સમાપત્તિ સહજ-શુદ્ધ રહી તેમાંથી તકૂપ વૃત્તિ નથી થતી આપણે પ્રયત્ન કરીએ તો તે તેવી થાય. જેવી આપણા ચિત્તની દશા, તેવી તે થાય છે. તેથી સમાપત્તિના પ્રકાર ગકાર એના પ્રકાર પાડીને તેની અશુદ્ધિનું કારણ બતાવે છે; અને એ દૂર થાય તો સમાપત્તિ કેવી રીતે સહજ-શુદ્ધ બને એ કહે છે. અને તેવી સહજ-શુદ્ધ દશામાં પ્રયત્ન કરીને આણેલી સમાપત્તિ માટે તે બીજો શબ્દપ્રયોગ કરે છે ને તેને ઋતંભરા પ્રજ્ઞા” કહે છે. એટલે કે, તે દશાએ સમાપતિ, પ્રતીતિ, વૃત્તિ, તર્ક, બુદ્ધિ, ને પ્રજ્ઞા – એ બધી ચિત્તની વિભૂતિઓ એકરસ એકરૂપ બને છે. આને વર્ણવવાને ચિત્તલય, ચિત્તનાશ, ચિત્તશુદ્ધિ, ઈ. વિવિધ શબ્દપ્રયોગો પણ શાસ્ત્રોમાં થતા જોવા મળે છે. સમાપત્તિનાં પ્રકારો હવે પછી જોઈશું. ૧૧-૮-'૫૦ સમાપત્તિના પ્રકાર ગયા પ્રકરણમાં આપણે સમાપત્તિ એટલે શું, તેને વિચાર પૂરો કરીને, તેના પ્રકારો વિષે જવાનું કહીને અટક્યા હતા, તે હવે જોઈએ. સૂત્ર ૪૦થી ૪૫ સુધીમાં આ પ્રકારે ગણાવ્યા છે, અને તેમની વ્યાખ્યા કહી છે. આ પ્રકારે ચાર છે – ૧. સવિતર્ક, ૨. નિર્વિતક, ૩. સવિચાર, ૪. નિર્વિચાર. રાવત સમાપત્તિ એટલે વિતર્કોની સાથે ભળેલી સમાપત્તિ. આપણે આગળ જઈ આવ્યા કે, સમપત્તિ Jain Education International For Private & Personal use only www.m onary
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy