________________
૫૮
નવપદ પ્રકાશ
(કાવ્ય-ઢાળ) પંચ આચાર જે સુધા પાળે, મારગ ભાખે સાચે, તે આચારજ નમીએ, તેહશું પ્રેમ કરીને ભારે
ભવિકા ૦ (૧) અર્થાત આચાર્ય એવા છે કે જે પંચાચાર “સુધા અર્થાત્ સારી રીતે પાળે છે, અને ભવી જીવોને સાચે માર્ગ ભાખે છે, તે આચાર્યને નમીએ, પણ કેવી રીતે? તો કે “તેહશું? એમના પ્રત્યે જાગે અર્થાત જાત્યઅસલી પ્રેમ કરીને નમીએ.
આચાર્ય પદે બિરાજમાન સુધા-રામ્ય રીતે પાંચ આચારનું પાલન કરે છે.
ઊંધા એટલે અવળી રીતે અવિધિથી, માર્ગને પાળે, એમાં ખલના પમાડે. પાલન કરે પણ ગરબડિયું દોષવાળુંએ ઉઘા પાલન કહેવાય
સુધા એટલે સમ્યફ રીતિએ અર્થાત શાસ્ત્ર કહેલ વિધિ-રીતિ-નીતિ સાથે તથા શાસ્ત્રો કહેલ ભાવ સાથે માર્ગનું પાલન કરવું તે –પંચાચારના દરેક આચારવું વિધિસર અને તેને ચોગ્ય ભાવે સાથે પાલન કરે તે સુધા. પાલન, એથી બાહ્ય પાલનમાંથી આત્યંતર પરિણુતિમાં જવાય,
દા. ત. જ્ઞાનાચારનો આ પ્રકાર છે કે “કાલે વિષ્ણુએ બહુમાણે... - હવે જે જ્ઞાન ભણુતા પહેલાં આ સ્વાધ્યાય-ગ્યા શાએ કહેલ કાળ, વિનયના વિવિધ પ્રકાર, આંતર બહુમાન વગેરે સાચવે, એમ વિધિ-નીતિથી ભણે તે અંતરમાં જ્ઞાનની પરિણતિ ઊભી થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org