________________
આચાર્ય-પદ
૫૫
સંવર-સમાધિ, ગત ઉપાધિઆચાર્ય સંવરમાં સમાધિ અનુભવના અને ઉપાધિ ને નહિ આવકારનારા અર્થાત્ બાહ્ય પ્રત્યે બહુ અપેક્ષાભાવ નહિ રાખનાર હોય છે. પછી એ શાને બીજો શબ્દ બોલે? સાધુએ કેઈ અપેક્ષા ન રખાય, આ શીખવાનું છે. દશવૈકાલિક સૂત્ર કહે છે “જે ભવંતિ અણિસિયા” સાધુ નિશ્રા-પરાધીનતા-અપેક્ષા વગરના છે, કેઈના આધારે જીવનારા નથી. પોતાના શરીર પ્રત્યે પણ નિ:સ્પૃહી છે; એટલે કે “શરીર સારું સુખાકારી લષ્ટપુષ્ટ હેય તો ઠીક રહે; સાધના સારી કરી શકાય, આમ સારા પુષ્ટ શરીરની સ્પૃહા નહિ. માત્ર સાધનાની સ્પૃહા, તેથી તપથી શરીર સહેજ દુબળું પડયું તો રેવા ન બેસે, ખેદ ન કરે. એમને શરીરના દુ:ખમાં મનને કઈ હીનતા-દીનતા નહિ. આ સાધુની સમાધિ દશા છે, બાકી બાવા ગી પણ ઘર છોડી નીકળી તે પડયા એટલે અલબત્ એમણે અપેક્ષા તો ન રાખી, પણ નવરાધૂપ ફક્કડ લંગોટિયા લાલ, ઝાડ નીચે બેસી અલકમલકની વાતો કરતા હોય, તો તેમાં સમાધ ન રહે, કેમકે એમને શાસ્ત્રવ્યવસાય નહિ એટલે “નવરું મન તે શેતાનનું ઘર, પાપની વાતો ચાલે, એ વાત ઉપાધિની ચાલે છે એમ કહેવાય.
તપ બે પ્રકાર છે, તમે ગુણ બે પ્રકારના છે. બાહ્ય ને આત્યંતર. તપ એ ગુણોની ખાણ છે. સ્વાધ્યાય, તપ, કાઉસ્સગ ભરચક કરે, સ્વાધ્યાય ભરચક પ્રમાણમાં, કાઉ
સ્મગ ભરચક પ્રમાણમાં, ધ્યાન ભરચક પ્રમાણમાં, એમાં સંવર સમાધિ છે; કેમકે ત્યાં બીજી ત્રીજી વસ્તુનો અપેક્ષાભાવ નથી. એમને દુન્યવી માન-પાન કશું જેતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org