________________
૫૦
નવપદ પ્રકાશ
મંથન, એમ ગુણ વિકસે. એમ ક્ષમા વિકસાવનાર બીજી સાધનાઓમાં એના અવસરે એની જ લગન, એની જ ચીવટ કે, “કયાં ભુલું છું ? કયાં સુધારૂં? કયાં છે પડે? કયાં પાછા પડ? એવું મન કેન્દ્રિત રહે, તો તે ઉપર દોષનું સંશોધન ને ગુણેને અભ્યાસ ચાલુ રહે, વિકાસ ચાલે. આવો સંયમની સાધનાનો ભેખ લીધે હેય તો આચાર્યપદે પહોંચતા સુધીમાં સકલ ગુણ-સંપત્તિધર બને,
કેમકે ભેખ લેવાથી મેકે મળે ગુણ સાધતા જ જવાય, રાધતા જ જવાય, આગળ આગળ વિકાસ કરતા જ રહેવાય...
દાતદયાગુણનો વિકાસ કરે છે તો નાનામાં નાના પ્રસંગમાં ઝીણામાં ઝીણા જીવની રક્ષા પુરુષાર્થ કરતા રહેવાય. દા.ત. એક મુહપત્તિના પડિલેહણ વખતે ય મુહપત્તિના બે છેડાને હલાવવા તે જતનાથી ખંખેશ્વા; નહિતર જેરથી ખંખેરતાં વાયુકાયની વિરાધના થાય. એ તરફ લક્ષ રહે તો દયા ગુણને વિકાસ પામે. વળી આચાર્ય મહારાજ કેવા છે?
સંવર–સમાધિ ને ગત-ઉપાધિ
દુવિધ તપગુણ-આગરા ? આચાર્યમાં સંવર રૂપ સમાધિ છે. સમાધિ-સમ+આ+ધિ.
જે ક્રિયામાં–જે અવસ્થામાં–જે પ્રસંગમાં મનને સમ્યગૂ રીતે સ્થાપિત કરાય તેનું નામ સમાધિ છે. સમ્યક રીતે એટલે મન દીન-હીન-ઉન્મત્ત કે આકુળવ્યાકુળ નહીં; કેઈ હરખને કે રાગને ઊભરે નહીં; કઈ દ્વેષની બળતરા નહીં; પણ મન સ્વસ્થ હોય, ત્યાં હર્ષ–ખેદ શાક-દીનતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org