________________
૪૩
આચાર્ય-પદ સમિતિ વગેરે તે ચારિત્રની સાધના છે. વ્રત-નિયમ તે તપની. સાધના છે. બધી સાધનામાં નવો નવો ઉત્સાહ, જેમ-જેસ પાવર-વેગ.ઉલ્લાસ-ઉછરંગ વધારતા રહેવાનો પ્રયત્ન,તે વીર્યાચારની સાધના છે. આવી સાધનામાં નિરાશસ ભાવે સતત રોકાયેલા રહેવાથી આચાર્ય શુદ્ધ ચિત્ (જ્ઞાન) અને આનં દમય બને છે. શુદ્ધ આનંદ એટલા માટે કે બીજી ત્રીજી કઈ જડ સંબંધી અરતિ-ઉદ્વેગ નથી, ને પંચાચારપાલનમાં આતિશય પ્રસનતા ને અખૂટ આનંદ છે,
આચાર્યમાં લક્ષ્ય-શુદ્ધિ તથા સાધનાની શુદ્ધિ છે, એટલે કે તેમને સાધ્ય બહુ નિકટમાં સિદ્ધ થવાનું છે, તેથી એમને શુદ્ધ ચિત્ આનંદમય કહેવાય,
લક્ષ્ય-શુદ્ધિ આ છે, કે વીતરાગ ભાવ સાથે શુદ્ધ અનંત જ્ઞાનમય થવાનું જ લક્ષ્ય; પછી બીજા લૌકિક ફળ સામે આવે તો તેની કશીજ પરવા-કિંમત આચાર્યને નથી,
પ્ર-લક્ષ્ય-શુદ્ધિ એટલે શું ?
ઉo-લક્ષ્ય-શુદ્ધિ એ, કે લક્ષ્ય છે વીતરાગ ભાવરૂપી. લકત્તરફળે પહોંચવાનું તે પહેલાં દુન્યવી સુખરૂપ લૌકિક ફળ યાને અવાંતર ફળની લેશ પણ ઝંખના નહિ, એવું ફળ મળે તેનાથી ખુશી થાય નહિ, તો લક્ષ્યશુદ્ધિ કહેવાય
દા.ત. ખેડૂત ખેતરમાં ઘઉં વાવે તો પહેલાં ઘાસ તો ઊગે, પછી ઘઉંના છોડવા પર પાક આવે, ત્યાં ઘઉં વાવતાં ઘાસની ઝંખના નહિ, ઘાસ ઊગે તેથી ખેડૂત રાજી ન થાય, તે તે ઘઉં આવે ત્યારે જ રાજી થાય, ઘઉં વાવ્યા ને ઘાસ ન થતાં સીધે ઘઉ પાક થઈ જતો હોત તો ખેડૂત ઝટ પાક મળવાથી બહુ રાજી થઈ જાય, ત્યાં ઘાસ ન થવાને કારણે દુઃખી થાય ખરે? ના, જરાય નહિ, એમ દાત. કેઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org