________________
૪૧
આચાર્યપદ અવસરચિત ધર્મ-કથા-ચર્ચા-વિચારણા, આ બધું જ્ઞાનસાધના કહેવાય,
(૨) દર્શનની સાધના એટલે સમ્યગુદર્શનની સાધના, એટલે કે સમ્યગદર્શનનો આઠ પ્રકારનો આચાર સભ્યદશનની દેવદર્શન પૂજન તીર્થયાત્રાદિકરણી અને સમ્યગૂદર્શનને ૬૭ પ્રકારને વ્યવહાર; એમાં મગ્ન રહે. આઠ પ્રકારના આચારમાં પહેલા ચાર પ્રકાર નિવૃત્તિ રૂપ છે ને છેલ્લા ચાર પ્રકાર પ્રવૃત્તિરૂપ છે, તે આ પ્રમાણે-(૧) જિનવચન પર લેશમાત્ર શંકા નહિ. (૨) જૈનેતર મતની લેશપણુ અપેક્ષા-આકર્ષણ–અભિલાષા નહિ. (૩) ધર્મના ફળમાં લેશમાત્ર સંદેહ નહિ (૪) મૂદષ્ટિ નહિ, એટલે કે મિથ્યાષ્ટિના ચમત્કાર આડંબર વગેરે જોઈ લેશ પણ મતિ-વ્યામોહ નહિ, મોહિત થવાનું નહિ
પછીના ચારમાં આ પ્રવૃત્તિ છે,-ઉપખંહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના,
(૧) ઉપખંહણ-સાધર્મિકમાં સારું દેખાય તેની ઉપખંહણ-પ્રશંસા-સમર્થન કરે,
(૨) સ્થિરીકરણ–તપમાં-શ્રદ્ધામાં-ચારિત્રમાં-સ્વાધ્યાય વિનય વૈયાવચ્ચ આદિમાં કઈ ઢીલા પડતા હોય ત્યારે,
કોણ તમે ? કયા કુળના ? મહાન પુણ્યવંતા તમે, તમને - આ કેવા અનંત કલ્યાણની સાધના મળી છે!” એમ કહી તેમાં સ્થિર કરે,
(૩) વાત્સલ્ય-એટલે સાધર્મિક પ્રત્યે હૈયામાં માતાના જેવું હેત રાખવાનું છે, ને તેને સક્રિય બનાવવાનું છે.
દા. ત. સાધુ પર હેત છે, પણ જે તેમના માટે ધક્કોટોપ કરવાની પડી નથી, તેમનું કઈ કામ કરવા તૈયારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org