________________
૩૭
-આચાર્ય-પદ
જ્ઞાનના રસને સ્વાદ લેનાર કહ્યું, એથી સૂચવ્યું કે જ્ઞાનને આરાધકે પ્રારંભમાં જ્ઞાન માત્ર ભણી કાઢવાનું એટલું જ બસ નથી, પરંતુ જ્ઞાનને સ્વાદ પણ અનુભવવાને છે.
પ્ર – જ્ઞાનને સ્વાદ અનુભવો એટલે શું ?
ઉo– માણસ જેમ મનગમતી ચીજ કેરી વગેરે ખાય છે સાથે એને એવો સ્વાદ અનુભવે છે કે એને ઘડીભર એમ લાગે છે કે “ આની આગળ બીજી ચીજ છ નાંહે, એમ જ્ઞાનને એવો સ્વાદ આવે કે એને એમ લાગે કે “જ્ઞાનની આગળ બીજી ચીજ કૂછ નહિ, બસ, જ્ઞાનનો એ રસ આવે કે મનને એમ થાય કે “જ્ઞાનની આગળ અજ્ઞાનતા-એશઆરામી-સુખશીલતા-વાતચીતો વગેરેના આનંદ કુછ નહિ, બસ, જ્ઞાન, સ્વાધ્યાય વાચના, પારાયણ, ચિંતન વગેરે જ ગમે, એ જ ફાવે, એક મિનિટ પણ આળસ, વાતચીત વગેરે કશું ફાવેજ નહિ,
શાનને આવો સ્વાદ આવે એટલે મન શાન-વ્યવસાયમાં તમય થાય, મન બીજે જાય નહિ, બીજા ત્રીજા વિચા–વિક૯પ કરે નહિ; ઉપરાંત પ્રમાદ-વિથા-કુથલી વગેરે ઓછા થઈ જાય, અને જ્ઞાનમાર્ગની મમતા વધતી ને વધતી રહે.
હવે આચાર્ય તે આનાથી આગળ છે, જ્ઞાનને સ્વાદ તે ખરે જ, વધુમાં જ્ઞાનના રસને પણ સ્વાદ લેનાર છે.
પ્ર-જ્ઞાનનો રસ એટલે શું?
ઉ૦-જેમ પુષ્પને રસ એટલે સાર, એમ જ્ઞાનને રસ એટલે સાર, અર્થાત અંતરઆત્મામાં જ્ઞાનની પરિણતિ તથા તત્વસંવેદન થાય છે. એમાં આત્માના રોમ રોમમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org