________________
૩૪.
નવપદ પ્રકાશ
નહિ, માયા નહિ, લોભ નહિ, પરંતુ એના બદલે ક્ષમા જ ક્ષમા, લઘુતા જ લઘુતા, સરળતા જ સરળતા, નિસ્પૃહતા જ નિસ્પૃહતા,
(૪) પાંચ મહાવ્રત પૈકી એકેક અહિંસા, સત્ય વગેરેની જ બોલબાલા
(૫) પંચાચાર પૈકી એકેક જ્ઞાનાચાર આદિના અવાંતર આચારે એમનામાં જીવંત જાગ્રત
(૬) પાંચ સમિતિ ત્રણ ગુપ્ત એ દરેકના અઠંગઉપાસક. સમિતિ-ગુપ્તિ એ જ આચાર્યના સાચા પ્રાણુ. એક રીતે આ ૩૬ ગુણોના ધામ, એવી ૩૬ રીતે ૩૬-૩૬ ગુણેના ધામ હેય છે. વળી આચાર્ય કેવા છે? તો કે,
ચિદાનંદ રસ સ્વાદતા, પરભાવે નિકાજી
ચિત+આનંદ-ચિદાનંદ. આચાર્ય ચિત્ ને આનંદના રસનો સ્વાદ કરનારા છે, (અહીં “સ્વાદતા ને ક્રિયાપદ બનાવ્યું)
ચિત એટલે નિર્મળ જ્ઞાન, રાગ-દ્વેષ-મેહથી અલિપ્ત શુદ્ધ જ્ઞાન, આનંદ એટલે સહજ સુખ, પરની અપેક્ષા વિનાનું સુખ, કહો કે વિષયોથી નિવૃત્તિનું સુખ, વિષયની પ્રવૃત્તિનું સુખ નહિ. | નિવૃત્તિનું સુખ એટલે?
ઈન્દ્રિયોને વિષયોની ગુલામીની નિવૃત્તિને આનંદ. મનને કષાયેની ગુલામીની નિવૃત્તિને આનંદ. ઈન્દ્રિયને વિષય-સેવા ન કરવી પડે, તેમ મનને કષાયવશ ન થવું પડે, એને આનંદ એ નિવૃત્તિનો આનંદ છે. એ સાચે આનંદ છે. ઇન્દ્રિયને વિષય-પ્રવૃત્તિથી અને મનને કપાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org