________________
૩૨
નવપદ પ્રકાર
ભાવ આચાર્યમાં જોવા મળશે. ગુણ વિનાના દ્રવ્ય–આચાર્યની કિંમત નથી, ભાવ આચાર્ય તે ગુણથી છે, તેમની કિંમત અમૂલ્ય છે,
અમૂર્ત છે. એ ગુણીને જુઓ એટલે સમજાય. જેમકે સમ્યત્વ ગુણ સમકિતીને સમકિતની કરણી કરતા જુઓ એટલે સમજાય,
ઉદાહરણ, અંબડ પરિવ્રાજકે ભગવાનનો ધર્મ લીધે, ભગવાનનું સમકિત લીધું, ભગવાનના શ્રાવકપણાના વ્રત લીધા. તેને સમકિતનો સંતોષ હતો, કંઈક અહેવ પણ હશે કે “મારે હજાર ચેલાઓ ને લાખો ભક્તો; આવો માટે હું પ્રભુ! મે તમારું સમકિત લીધું. પ્રભુએ એને આદર્શ સમકિતનું દર્શન કરાવવું હતું પરંતુ સમકિત ગુણ તો. અમૂર્ત છે એનું ચર્મચક્ષુએ દશન ન થાય, તેથી એ જેનામાં નમુનેદાર આદર્શરૂપ સત્વ ગુણ હતો તેની કરણીનાં અંબડને દર્શન ભગવાનને કરાવતા હતા. તેથી સુલસાનાં દર્શન કરાવ્યાં; કારણ કે સુલસા જે સમ્યક્ત્વાદિ ગુણાનું ધામ હતો, એને યોગ્ય એનામાં કરણી હતી, યોગ્ય બાહ્ય પ્રવૃત્તિ હતી.
અંબડ ચંપાપુરી આવ્યો હતો, રાજગૃહી જવાને હતા, તેથી ભગવાનને પૂછવા આવ્યે “ભગવાન ! રાજગૃહી જાઉં છું. ત્યાંને ગ્ય કેઈ સેવા? ”
તો ભગવાને સેવા બતાવી. ભગવાને મેં એમ ન કહ્યું કે “તારે આદર્શ સમકિત જેવું હોય તો જા સુલતાને જેઈ આવ. તેના બદલે ભગવાને કહ્યું “રાજગૃહીમાં રાજા શ્રેણિકના અંગત અમલદાર નાગથિકની પત્ની સુલસાને ધર્મલાભ કહેજે, અને અમારા વતી સુલસાની ધર્મ-ખબર
જે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org