________________
નવપદ પ્રકાશ
દેખાય, યાદ કરવી પડે. નવકારની છેલ્લી ચાર લીટીને અર્થ નજર સામે નથી તરવરતે, પદ યાદ કરીને એને અર્થ કહી શકીએ. ત્યારે આચાર્ય ભગવંતે જિનેશ્વર ભગવાનના આગમનાં તવાધને આગમોના પદાર્થોને એવા ધાસેશ્વાસમાં વણી લીધા હોય છે કે એમને એ પદાર્થો, સૂત્રના અક્ષરે યાદ કર્યા વિના, નજર સામે તરવરે છે. આનું નામ કહેવાય એ વાતના બોધ પર પ્રભુત્વ,
આ બધું શીખવે છે કે અનંતા કાળ લૌકિક દુન્યવી બાબતોની બહુ જ જાળ કરી, લૌકિક વાતમાં ઘણી હોશિયારી કરી, તે બધી વાતો ધાસોશ્વાસમાં વણાઈ ગઈ, એટલે લોકોત્તર શાસ્ત્રીય વાતોમાં બુઠા છીએ, લૌકિક વાતમાં મગ્નતા હોય તો લોકોત્તરમાં મીડું દેખાય, માટે જ,
કેત્તર વાતમાં મગ્નતા લાવવી હોય તો લૌકિક વાતેમાં આલિપ્તતા રાખવી પડે.
એકવાર ગુરુ બુટેરાયજી મહારાજને મૂલચંદજી મહારાજે ગોચરી વાપરી લીધા પર દૂધપાકની પાતરી પીવા આપી.
ગુરુ કહે “મૂલા! કઢી બત મીઠી લગતી હૈ.
બુટેરાયજી અવધૂત મસ્ત યોગી હતા તેમને દૂધપાક પિતા એ મીઠી કઢી લાગી ! તેમને ખબર નથી કે આ દૂધપાક છે. તેમને લોકોત્તર વાતમાં રમણતા હતી, પછી લૌકિક કઠી શું, કે દૂધપાક શું ? એની હેશિયારી રાખવાની પડી હતી. માટે જ એ લેકેત્તર સાધનામાં મસ્ત હતા.
પડ વગ વગિત ગુણ શેભમાના. પંચાચારને પાળવે સાવધાના ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org