________________
આચાર્યપદ
૧૩
આવરણ નષ્ટ થઈ ગયા છે, તેથી હવે એને અટકાવનાર કોઈ નથી, તો બંને સાથે ફરે.
મલવાદી સૂરિજીએ કહ્યું: બે ઉપયોગની શી જરૂર છે? કેમકે સર્વશતા છે એટલે સામાન્ય-વિશેષ બંનેય એક જ જ્ઞાનમાં સાથે દેખાય છે. તેથી એક જ ઉપયોગમાં બંને વિષય આવી જાય. બે નામ જુદા કેવળજ્ઞાન ને કેવળદર્શન એ અમુક ભેદની દષ્ટિએ છે, સાકારની દષ્ટિએ જ્ઞાન કહેવાય, ને એજ નિરાકારની દૃષ્ટિએ દર્શન કહેવાય. એક જ જ્ઞાન વિશેષ ધર્મની અપેક્ષાઓ સાકાર, બીજી સામાન્ય ધર્મની અપેક્ષાએ નિરાકાર,
હવે આપણે શું સમજવું ?
સિદ્ધસેન દિવાકરસૂરિજી અને મલવાદિસરિજી બંનેય મહાપુરુષ છે, એમને ખોટા પડાય? ના, તેથી યશોવિજયજી મહારાજે “જ્ઞાન-બિન્દુ શાસ્ત્રમાં તેને સમન્વય-યુક્ત જવાબ આપ્યો કે નયવાદની દષ્ટિએ તે તે અપેક્ષાએ બંનેય સાચા છે, નય પિતાના વિષયમાં સાચા હોય છે, આમ યશવજયજી ઉપાધ્યાય પ્રૌઢજ્ઞાનવાળા કહેવાય.
જે છીછરા જ્ઞાનવાળો હોય તે શાસ્ત્રની વાત કરે, પણ સાથે પોતાનું ડહાપણ ડોળે, ને શાસ્ત્રના એક પાઠને સાચે, ને પાઠાંતરને ખોટો કહે. પ્રૌઢ જ્ઞાનવાળે બધા મહાપુરુષોને ન્યાય આપે-મતાંતરે ને પાઠાંતરને ન્યાય આપે, આચાર્યને જ્ઞાનના સામ્રાજ્યવાળા કહ્યા ભરચક શાસ્ત્રીય જ્ઞાનવાળા કહ્યા, આપણે લૌકિક દુન્યવી વાતોથી પર સામ્રાજ્યવાળા છીએ. લૌકિક વાતમાં પૂર્ણ હોશિયારી છે, પણ શાસ્ત્રીય બાબતમાં ધબેડે! બહુ અધુરા ! કહો, અતિ અલ્પ જ્ઞાનવાળા છીએ, તે પણ સ્પષ્ટ નજર સામે ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org