________________
૧૦
નવપદ પ્રકાશ
જવું જોઈએ, તત્ત્વવિચાર આપણા સ્વાસોશ્વાસ બની જવા જોઈએ.
કઈ વિચાર આવે. કશાનું દર્શન થાય, કશાકનું શ્રવણ થાય, તે તત્ત્વપૂત જ બનાવાય. વિચારણા કરે તો તે તત્ત્વદૃષ્ટિથી કરે. દર્શન કરે તો તત્ત્વદષ્ટિથી કરે; શ્રવણ કરે તે તત્ત્વદષ્ટિથી કરે; ખાનપાન-ભાષા–આલાપસંલાપ બધું તવદષ્ટિથી કરે. આ જેને આવડે તે સદાય તસ્કૃતિવાળા હોય છે. આચાર્ય ભગવંતને આ આવડે છે. માટે તે તાજા છે, માટે તે નિત્ય-પ્રસન્ન હોય છે.
આચાર્ય આગમોમાં પ્રૌઢ છે, ગંભીર છે, ને સામ્રાજ્ય વાળા છે. જેમ પોતાના ગુણે પર ને શિષ્ય પર તેમ આગમ પર સામ્રાજ્ય ધરાવે છે, અર્થાત આગમ ખજાનાના માલિક હોય છે.
અથવા પ્રૌઢ શબ્દને સામ્રાજ્યનું વિશેષણ બનાવીએ તો આચાર્ય આગમોના પ્રૌઢ સામ્રાજ્યવાળા છે. એટલે કે આગમ પર તેમનું વર્ચસ્વ હોઈ ગમે ત્યારે ગમે તે આગમના ગમે તે ખૂણાની વાત એમની પાસે મનમાં હાજર જ છે,
પ્રૌઢ સામ્રાજ્યવાળા એટલે કે સિદ્ધહસ્ત સામ્રાજ્યવાળા, જેમકે સિદ્ધહસ્ત લેખક, સિદ્ધહસ્ત ચિતારે...સિદ્ધહસ્ત ચિતાર આમતેમ ૨-૪ પીંછા મારે ને આબેહૂબ ચિત્ર તૈયાર થઈ જાય, એમ, તે સિદ્ધ હસ્ત કવિ હેય એ ગમે તે વિષય પર તરત જ કાવ્ય જેડી શકે. દા. ત. તેને કહે: કમાડ પર કાવ્ય કર, તે ક્ષણવાર વિચારી તરત જ તે બોલવા લાગશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org