________________
નવપદ પ્રકાશ
આ ઈચ્છાનુવતિતા છે, ઈચ્છાનું અનુવર્તન છે, તે પ્રમાણે આચાર્યની પ્રત્યે શિષ્યના ભાવ હોય છે.
શ્રમણ સંઘ પર અનુશાસન ચલાવનાર આચાર્ય શમણુસંઘને પૂજ્ય છે. માટે આચાર્ય રાજા જેવા છે. સંઘ પર જ્યારે આફત આવે ત્યારે આચાર્ય આગળ થાય છે.
આચાર્ય રાજા સમાન છે, તેથી જૈન શાસ્ત્રો તેમનું ખૂબ મહત્ત્વ આંકે છે.
કેઈ આચાર્યને અવિનય કરે, દા. ત. એમ કહે આચાર્ય એટલા અનુભવી નથી હજી તો આચાર્ય માત્ર ૪૦ વર્ષના છે, હું ૭૦ વર્ષનો છું. મેં ત્રણ દસકા વધારે જોયા છે.
તો તે અવિનય કરનાર આગમાં હાથ ઘાલી રહ્યો છે એમ શ્રી દશવૈકાલિક સૂત્ર કહે છે, કમ-સત્તા બળવાન છે. શાસ્ત્રમાં મુનિને અવિનય કરે તો અમુક દંડ
ગીતાર્થને અવિનય કરે તો એથી વધુ દંડ. સ્થવિરમુનિને અવિનય કરે તો તેથી વધુ દંડ.
એમ મુનિ-ગીતાર્થ સ્થવિર-ઉપાધ્યાયને અવિનય કરે તો વધુ ને વધુ દંડ થતો જાય છે.
એમાં આચાર્ય તે રાજા છે. તેમને અવિનય કરે એને અતિ મહાન દંડ હેય છે. અવિનયનાં ઉદાહરણ:
(૧) આચાર્ય કહે તે સાંભળતો હોય, તે છતાં આચાર્યને જવાબ ન આપે, તો તે અવિનય કહેવાય
(ર) રાત્રે આચાર્ય પૂછે: “કણ જાગે છે?' તે પોતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org