________________
આચાય—પદ થાય છે, એ જ રીતે અહીં “નમે નમો બે વાર બેલાયાથી એને “હું વારંવાર નમું છું” એ અર્થ થાય, કાવ્ય:- “નમું સૂરિરાજા સદા તત્ત્વતાજા
જિનેન્દ્રાગામે પ્રૌઢ સામ્રાજ્ય ભાજા”
સૂરિરાજા એટલે સૂરિઓમાં રાજા નહિ, પણ રાજા સમાન સૂરિ. તેથી “નમું સૂરિરાજા એટલે ચતુર્વિધ જૈન સંઘમાં રાજા સમાન આચાર્યને હું નમસ્કાર કરું છું, રાજા પ્રજા પર શાસન ચલાવે છે, એમ સૂરિ જૈન સંઘ પર જિનશાસનનું સામ્રાજ્ય ચલાવે છે, તે સામ્રાજ્યના
જ તે આચાર્ય છે, ને આચાર્યના મંત્રી-દિવાન ઉપાધ્યાય છે, અને મુનિઓ સહિત ચતુર્વિધ સંઘ તે પ્રજા છે.
આચાર્ય સૂર્ય સમાન પ્રભાવાળા છે. જેમ પ્રજાને રાજા બધાને પૂજનીય બને છે, માનનીય બને છે, તેને હુકમ દિવાનથી માંડીને જમાદાર સુધીના બધા ઉઠાવે છે, તે રાજાનું શાસન માથે ધરે છે, આમ રાજાનું શાસન ચાલે છે તેમ આચાર્ય ભગવાન જૈન સંઘમાં બધાને માન્ય અને પૂજ્ય બને છે ને તેમનો હકમ માથે ચડાવે છે. આચાર્યનું શાસન ચાલે છે. વિશેષ કરીને મુનિમંડળ પર તેમનું પૂર્ણ શાસન ચાલે છે, ને મુનિમંડળ તેમનું ગૌરવ પણ તેવું જ કરે છે.
રાજાના કારભારીમાં રાજાની પ્રત્યે સન્માન-અદબ. આજ્ઞાંકિતતા, વિનય-વિવેક-પેઈચ્છાનુવતિતા (ગુરુઈચ્છાનુસારિતા) હેાય છે, રાજાને કાંઈ હુકમ ન કરે પડે. રાજાના તેવા ઇગિત પરથી દિવાનને ખબર પડી જાય કે રાજાની આ ઈછા છે. ને તે પ્રમાણે દિવાન વતી લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org