________________
નવપદ પ્રકાશ
છે. આચાર્ય મહારાજે તે એકાંતવાદની અયથાર્થતા-અસત્યતા ખુલી કરે છે, પ્રકાશિત કરે છે.
દા. ત. મિથ્યાદર્શને આત્માને માને છે, પણ કેઈ ન્યાય-દર્શન જેવા આત્મામાં એકાતે નિત્યતા માની અનિત્યતાનું ખંડન કરે છે કે “આત્મા અનિત્ય હોય જ નહિ, તે બૌદ્ધ દર્શન જેવા કેઈ એકાતે અનિત્યતા માની નિયતાનું ખંડન કરે છે કે “આત્મા નિત્ય હોય જ નહિ.”
આ દરેક માન્યતાની પોકળતા આચાર્ય મહારાજે પ્રદર્શિત કરે છે. આમાં ફક્ત નિત્ય નથી કે ફક્ત અનિત્ય નથી, પણ દ્રવ્યની દષ્ટિએ નિત્ય છે, ને પર્યાયની દૃષ્ટિએ અનિત્ય છે. એમ બંને ધર્મ નિત્યતા-અનિત્યતાની અનેકાંતવાદથી યથાર્થતા આચાર્યો દર્શાવે છે.
અહીં “સૂરસપહાણુંનો અર્થ સૂર્ય સમાન પ્રધાન એ નહીં લેવાનો કેમકે “સૂરણ એ છઠી વિભક્તિવાળા વિશેષ્યપદનું આ વિશેષણપદ છે, તેથી આ પદ છઠી વિભક્તિવાળું સમજવું જોઈએ. એટલા માટે મૂળ શબ્દ
પહાર લઈ એના પર છઠી વિભક્તિ લાગીને પહાણું શબ્દ બન્યો એમ સમજવાનું. તેથી “સૂરસપહાણું પદને અર્થ આ થાય કે સૂર્ય જેવી પ્રભાવાળા છે. એટલે કે સૂર્ય જેમ વિશ્વના અંધકારને દૂર કરી પ્રકાશ પાથરનાર છે તેમ ભવી જીવોની મિથ્યા માન્યતાઓ રૂપી અંધકારને નાશ કરી સમ્યકતોનો પ્રકાશ કરનારા આચાર્ય ભગવંતે છે.
એમને હું વારંવાર નમસ્કાર કરું છું. “નમ નમ કરે છે? એમાં જેમ “નામ શબ્દ બે વાર બોલાયાથી જેમ નમ નામ કરે છે. એટલે “વારંવાર નમે છે' એ અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org