SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ નવપદ પ્રકાશ. આ પ્રમાણે આચાર્ય ભગવંત સારણા-વારણાદિથી ગચ્છની બધી જવાબદારી અને હિત વહન કરનારા છે. તેમના નેતૃત્વ હેઠળ ગચ્છની બધી આરાધના સારી ચાલે છેમાટે તેઓ મુનિઓને ખૂબ ગમી ગયેલા હેય છે. મુનિઓને એમ થાય છે કે અમારે માથે આચાર્ય ભગવંત છે તે તો જાણે અમારે સાક્ષાત ભગવાન છે ! અમારી કેટલી બધી કરુણા ને કાળજી રાખનારા છે કે અમને સંસારના કાદવ-કીચડમાંથી બહાર તો કાયા અને મેક્ષ માર્ગે ચડાવ્યા, પણ હવે સારણા-વારણાદિ કરી કરી દોષ-અતિચાર-ઉન્માગથી બચાવી બચાવી લેવા અમને મેક્ષ માર્ગે આગેકૂચ કરાવી રહ્યા છે.! આ આચાર્ય ભગવાનના આલંબને જ અમે આગળ વધી રહ્યા છીએ, કેવા એ ભવોભવના ઉપકારી ! ” એમ ભાવના ભાવી ભાવી મુનિએ આચાર્ય મહારાજ પર અથાગ ધર્મરાગ કરી રહ્યા છે. મુનિઓના મનને આચાર્ય બહુ ગમી ગયા છે. આમ જ્યારે વર્તમાન કાળે તીર્થકર ભગવાનની ગેરહાજરીમાં આચાર્ય ભગવાન જ માર્ગદર્શક છે, હિત શિક્ષા આપનારા છે, અને એમ કહેવાય છે કે શ્રી જિનેધર દેવરૂપી સૂર્ય જ્યારે આથમી ગયો છે અને કેવળજ્ઞાનીરૂપ ચંદ્રમા પણ જ્યારે અત્યારે નથી, ત્યારે અજ્ઞાનના અંધકારમાં જગતના જીવોને તત્વજ્ઞાન-પદાર્થજ્ઞાનને અજવાસ ક્યાંથી મળે? પરંતુ આચાર્ય ભગવાન દીપક સમાન છે, એટલે કે જગતના પદાર્થો જેવા સ્વરૂપે સર્વ ભગવંતોએ દેખેલા છે, તેવા યથાર્થ સ્વરૂપે એ તો અને પદાર્થોને ભવ્ય પ્રાણીઓને દર્શાવનાર છે, એના જ્ઞાન પ્રકાશ આપનારા છે. એ પ્રકાશિત કરવામાં આચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy