________________
નવપદ પ્રકાશ આચાર્યને થયું: “અરે! આ વિચારે ભાલો ભેંકનારે મારા શરીરના નિમિત્તે પાપ કરી રહ્યો છે! મારે શરીર છે, તો જ તેને ભાલે ભોંકવાનું મળ્યું ને? મારું શરીર તેને પાપમાં નિમિત્ત બન્યું છે તેની ભાવહિંસા કરનારું બન્યું ! બિચારાનું પરભવે શું થશે? દુર્ગતિના દુ:ખ પામશે!
વળી નીચે લેહી ટપક્યું હતું પાણી ઉપર. “અરેરે! નીચે અપકાયના અસંખ્ય જીવને આ લેહી મરણાંત દુ:ખ આપી રહેલ છે! મારું શરીર અરેરે ! એમની હિંસા કરી રહ્યું છે.'
બસ, આમ અહિંસા-સંયમ-સાધનાને જ વિચાર કર્યો, સાધનાના ફળ રૂપ કેવળજ્ઞાનને નહિ, સાધનામાં એવું જોશ આવ્યું, ને એવા સ્થિર થઈ ગયા છે ત્યાં જ કેવળજ્ઞાન-ત્યાં જ મોક્ષ પામી ગયા!
પછી દેવતાએ મડદું ફેંકી દીધું. માછલાં મડદુ ખાઈ ગયા, ખોપરી બચી. ખોપરી તરતાં તરતાં કઈ ખરાબામાં ભરાઈ. તેના ઉપર ચંદનનું ઝાડ ઉગ્યું. પછી? શ્રેણિક મરી ગયા, પછી કેણિકને ખેદ છે. આ રાજગૃહી રાજધાનીમાં ગમતું નથી તે તેણે તે કાઢી નાખી અને ચંપાનગરીને રાજધાની બનાવી.
પાટલીપુત્ર:
વળી કેણિક મરી ગયે ને તેને પુત્ર ઉદાયી રાજા થશે. કેણિક મરી જતાં ઉદાયીને અરેરે ! આ રાજધાની ? નથી ગમતી. તેને નવી રાજધાની બનાવવી હતી. યોગ્ય સ્થળની તપાસ કરવા માણસોને મોકલ્યા. આ પરીપર જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org