SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત રાજાએ જોયું કે જે પિતાના દેવગુરુ પ્રત્યે આટલા વફાદાર છે, તે કદાપિ મને બેવફા ન નીવડે. એમ માની એ શરતથી એમને મંત્રી તરીકે સ્વીકારી લીધેલા. એક વારના પ્રસંગે રાજાના મામાએ સાધુની અવગણના કરી. એ વરૂપાલને ખબર પડતાં મામાની એમણે ખબર લઈ નાખી; પછી ભલે મામાએ રાજાને ભંભેરણી કરતાં રાજા વસ્તુપાલ પર કોપાયમાન થયો એની પરવા નહિ રાખી, શી વાત મારા ગુરુ ! મારા તારણહાર ! એમનું માન સાચવવા જરૂર પડયે હું ફના થઈ જઉં. ચિંતા નહિ, આ ગુરુ પ્રત્યે અથાગ રાગ એ સમ્યગદર્શનની આરાધના છે. ગુરુપ્રત્યે એ અથાગ રાગ અને અથાગ બહુમાનમાં નથી ને કદાચ સાધુ-સાધુ વાદવિવાદ કરતા દેખાયા તો ય એ રગડા પર દૃષ્ટિ જ નહિ, કિંતુ એમના મહાન સંસારત્યાગ ને સર્વ પાપત્યાગ પર જ દૃષ્ટિ, એમની ધર્મપદેશ દ્વારા ઉદ્ધારકતા પર જ દષ્ટિ, તેથી ગુરુ પર રાગ-બહુમાન લેશ પણ ઓછું થાય નહિ, આ શું ? સમ્યગ્દર્શનની આરાધના, સિદ્ધચકની આરાધના છે. વાત આ છે-તીર્થકર થનાર આત્માઓએ પૂર્વે શ્રી સિદ્ધચકની આરાધના કરી હોય છે, એ એકાગ્ર મનથી કરી હોય છે, તેથી એને સિદ્ધચકનું ધ્યાન કહેવાય, સિદ્ધચક્ર નવપદના ધ્યાનથી આગળ જતાં એ તીર્થકર બને છે. અહીં સિદ્ધચકના ભવ્ય ધ્યાનથી કમરના દુર્ગમ ચકચૂર થવાનું લખ્યું એમાં “ભવ્ય ધ્યાન એટલે ધ્યાનમાં ભવ્યતા શી? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy