________________
પ૦
નવપદ પ્રકાશ
* ત
મારા મનપા.
ના
.
(૩) શ્રેણિક અને ફિટકામારનાર:
મહારાજા શ્રેણિક મગધસમ્રાટ છતાં પુત્ર કેણિકના પ્રપંચથી જેલમાં મૂકાયા અને એક પામર કેદીની જેમ રોજના પચાસ ફટકા ખાય છે. એની વચ્ચે પણ એ સ્વયં દુ:ખ ન માનતાં ફટકા મારે જેલરને આશ્વાસન આપે છે કે
તું જરાય મૂંઝાઈશ ને, મને અમામાં કઈ દુ:ખ નથી, દુખ તો આ સંસારની અવની કેદમાં ફસાઈ રહ્યાનું છે. તારે તે નોકરીની વફાદારી બજાવવા રાજા કેણિકનો આદેશ પાળો રહ્યો ” શ્રેણિકની આ ધીરતા શાના ઉપર ? કહે, એમને શ્રી સિદ્ધચકના સમ્યગુદન પદને એ કોઈ અલૌકિક સૂર્યપ્રકાશ મળેલો કે જેમાં એમણે પૂર્વકમના નિર્ધારિત વિપાક, એ કર્મના ક્ષયે ઉઘાડતી આભાની દિવ્ય જયોત, અરિહંતના આલંબને હદયને મળતી અનેરી હુંફ, ચારિત્ર સાધનામાં જ માનવ પુરુષાર્થની સફળતા, વગેરે ભવ્ય વસ્તુ નિહાળી. એના પ્રતાપે આવા જેલવાસમાં પણ હૃદય બીલકુલ સ્વસ્થ અને ધીર, વીર રાખી શક્યા. (૪) ધન્ના અણગાર:
શ્રી સિદ્ધચકના કેવા અનેરા ભવ્ય પ્રકાશ કે એના તપદની આરાધનામાં એક વખતના ૩ર કોડ સોનૈયા અને દેવાંગના શી ૩ર રમણીઓના માલિક પણ હવે મુનિ બનેલા ધન્ના અણગારે દીક્ષા દિવસથી માંડીને જીવનભર માટે છઠ પર છઠ, અને પારણે આયંબિલને ઘોર અભિગ્રહ કરી આઠ માસમાં ગુલાબના દડા જેવી કાયાને સુકાવી નાખી હાડકાના પીજર સમાન બનાવી દીધી. અને અંતે નવમો માસ સંપૂર્ણ અનશન તથા સતત કાયોત્સર્ગમાં પસાર કરી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. શ્રી સિદ્ધચકના એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org