________________
૩૨
નવપદ પ્રકાશ કિલ્લામાં સપાટી રચેલી હેાય છે, તેના ઉપર બરાબર મધ્યમાં ઊંચું અતિ વિશાળ અશોક વૃક્ષ હેય છે, જે આખા સમોસરણને છાયા સાથે ચારે બાજુ જગતી-દેવછંદ (વ્યાસપીઠ) હોય છે. અને વૃક્ષના થડની ચારે દિશામાં એ જગતી ઉપર પાદપીઠ સહિત રત્ન સિંહાસન ગોઠવાય છે. એમાં પૂર્વ દિશાના સિંહાસન ઉપર પ્રભુ બિરાજમાન થાય છે, અને બાકીની ત્રણ દિશાના સિંહાસન ઉપર પ્રભુનાં આબેહૂબ બિંબ ગોઠવાય છે, જે જીવંત બોલતા પ્રભુ જેવા જ દેખાય છે. પ્રભુની ચારેબાજુ ત્રીજા કિલ્લાના અંદરના ભાગમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા અને વ્યંતર, ભવનપતિ,
જ્યોતિષી, તથા વૈમાનિક એમ ચાર પ્રકારના દેવો ને દેવીઓ એમ કુલ બાર પર્ષદા બેસે છે.
પ્રભુની આગળ, હરણ-હરિણીથી સેવાતું ધર્મચક હોય છે અને સાસરણની બહાર આતશય ઊંચા રત્નમય દંડવાળો ધર્મવજ હોય છે.
આ સસરણ ઉપર પાંચે વર્ણનાં ઝીણાં તાજાં પુષ્પોની એવી મંદ મંદ ઝરમર ઝરમર વૃષ્ટિ થતી રહે છે કે જેને પમરાટ આખા સમોસરણ પર પથરાઈ જઈ, વાતાવરણને એવું મહેતું કરી દે છે કે ત્યાંથી કેઈને ઊઠવાનું મન ન થાય, અને નાસિકામાં સુગંધીને શેરડે આવ્યા જ કરે.
કાવ્યમાં “સપાડિહેરાસણ” કહી.
(૧) સપ્રાતિહાર્ય આસન અર્થાત અષ્ટ પ્રાતિહાર્ય સહિતના સિંહાસન પર “સંસ્થિત સારી રીતે બિરાજમાન કહ્યા અથવા
(૨) “સત પ્રાતિહાર્ય–આસન.” કહીને સત પ્રાતિહાર્ય સ્વરૂપ સિંહાસન પર પ્રભુને સંસ્થિત કહ્યા, એમાં “સત”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org