SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ન ના નબળાઈને ઢાંકવા તેમને “જનું એ છેટું એમ રજુ કરવું પડે છે. બાકી ખરેખર તો જૂના કાળમાં ઉત્તમ ધમપાલન કરનાર મહાપુરુષોના જીવન આદર્શરૂપ છે. એ નજર સામે રાખવાથી ઉત્તમ ધમપાલનની પ્રેરણા મળે છે. હવે આ કથા આગમમાં ક્યાં મળે છે. તેને વિચાર કરીએ, ગુરૂમુખે આગમજ્ઞાન : પૂર્વના કાળમાં પુસ્તકીયું જ્ઞાન ન હતું. આગમો ગુરૂમુખે ભણવાના રહેતા અને તે સાંગોપાંગ કંઠસ્થ રખાતા, પછી અવસર્પિણી કાળના હિસાબે તેમજ પંચમકાળમાં ખાસ કરીને બુદ્ધિને હાસ-સ્મૃતિભ્રંશ વગેરે કારણે કેટલુંક ભૂલાતું આવ્યું. એમાં દ્વાદશાંગીમાંના બારમા અંગ “દષ્ટિવાદમાં મુખ્ય એક ભાગ ચૌદ પૂર્વ મહા શાસ્ત્રોને હતો, તે તો ક્રમશ: સંપૂર્ણ ભૂલાઈ ગયો, છતાં એમાંની કેટલીક વાતે પરંપરામાં ચાલુ રહી. એવી રીતે દ્વાદશાંગીના છઠા અંગ “શ્રી જ્ઞાતા અધ્યયનમાં સાડાત્રણ કોડ કથાઓ હતી. તે પણ ઘણીખરી ભૂલાઈ ગઈ. છતાં એમાંની કેટલીક કથાઓ આચાયપરંપરામાં ચાલુ રહી. આવી એક કથા શ્રી શ્રીપાલ ચરિત્ર તરીકે હોય, તેને શ્રી રત્નશેખર સૂરિજી મહારાજે ગ્રંથારૂઢ કરી, એમ માનવામાં ક્યાં વાંધો આવે છે કે જેથી એને કાલ્પનિક કહેવાનું દુસ્સાહસ કરી શકાય? શ્રી શ્રીપાલ મહારાજા બારમા તીર્થંકર ભગવાન શ્રી વાસુપૂજ્ય સ્વામીના શાસનમાં અથવા ર૦મા તીર્થંકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy