________________
નવધા પ્રકાશ
સંગ્રહને ઉપાધ્યાયજી કૃત “નવપદ પૂજા તરીકે ઓળખવામાં આવે છે. શ્રીપાલરાસ :
શ્રી શ્રીપાલ મહારાજાનો રાસ આમ તો ઉપા, શ્રી વિનય વિજયજી મહારાજે રચેલો છે. પરંતુ એ રાસને ઘણે અંશ રમ્યા પછી તેમને દેહત્યાગ થયો. તેમના સમકાલીન ન્યાયાચાર્ય ઉપા. શ્રી યશોવિજયજી મહારાજે તે રાસને પૂર્ણ કર્યો. આ રાસ આ, શ્રી રત્નશેખર સૂરિકૃત “સિરિ સિરિવાલ કહાઝ પરથી રચવામાં આવેલ છે, અને એમાં શ્રી શ્રીપાલ મહારાજા અને મયણુ સુંદરીનું ચરિત્ર આલેખવા સાથે નવપદનું વર્ણન, અને તેને મહિમા અને પ્રભાવ પ્રસ્તુત કરવામાં આવેલ છે. શ્રીપાલ રાસકથા-તે વાસ્તવિક કથા છે : પ્ર-આજે કેટલાક કહેવાતા ભણેલા આ સવાલ ઉઠાવે છે
કે આ કથા ક્યાંથી લાવ્યા ? આગમમાં એ મળતી
નથી, માટે એ કાલ્પનિક છે. ઉ–વર્તમાનમાં વિકૃત બુદ્ધિ “જૂનું એટલું બેટું એમ કરાવવાનો પ્રયત્ન કરે છે. એની પાછળ એ હેતુ લાગે છે કે જૂનું છેટું ઠરે એટલે એને માનવાનું મટી ગયું, પછી ખોટાનું અનુકરણ શું કરવું ? વાસ્તવમાં old is gold-જૂનું એ સોનું છે, કેમકે જૂના કાળમાં સંસ્કૃતિને મહાન વિકાસ હતો, તેવી વિકસિત સંસ્કૃતિમાં જે ધમપાલન થતાં હતાં, તેની અપેક્ષાએ આજે પાશ્ચાત્ય સંસ્કૃતિ (વિકૃતિ)ની અસર હેઠે આવેલાને, એ ધર્મ પામ દુષ્કર બને છે. એવા ધમપાલનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org