________________
નવપદ પ્રકાશ
નિયમ પામતા નથી. એટલા એમના વિષય-રાગ દૃઢ હોય છે, છતાં પરમાત્માને જન્માભિષેક કરીને એમના વિષ પ્રત્યેના અનંતાનુબંધી કક્ષાના રાગ મરવા પડે છે. એટલે અંતરમાં એ વિષયે પ્રત્યે એવી નફરત ઊભી થાય છે કે હવે વિષય પ્રત્યે થતા રાગમાં એમને હોંશ નથી. વિષયરાગમાં અને વિષયસેવનમાં એમને અકર્તયતાનું ભાન અને અરિહંતભક્તિમાં અત્યંત ઉપાદેયતાનું ભાન જાગતું થઈ જાય છે. એટલે જ હવે નંદીશ્વર દ્વીપ વગેરેમાં અરિહંત ભક્તિ કરવાની જે હોંશ-આકર્ષણ અને બાહેશી રહે છે, તે વિષયે પ્રત્યે નહીં,
આમ મેરુ-શિખર ઉપર ભગવાનને હરખભેર સ્નાત્ર કરતાં કરતાં દેવતાઓ આ અનંતાનુબંધી વિષય-રાગ વગેરેને મળ દૂર કરે એટલે બીજા મિથ્યાત્વ વગેરે મળ પણ દૂર થાય છે,
ત્યારે ભગવાનને અભિષેક કરતાં દિલમાં સુંદર વીતરાગ-ભક્તિના શુભ અધ્યવસાયે ઉભરાય છે, એ ભાવભક્તિમાં મન એકાકાર હોવાથી શુભ ધ્યાનરૂપ બને છે, અને એ જ્ઞાનાવરણાદિ કર્મોના કચરાને દૂર કરે એમાં નવાઈ નથી.
દયાનબળે એવિ કર્મ જલાઈ. આ જગગુરુને સ્નાત્ર કરતાં મિથ્યાવને ફેંકી દીધું એટલે મળને ફગાવી દીધે, સમ્યકત્વને ટકાવી નિમલ કર્યું; ને ભવપાર કરાવનારી ચીજ છે સમ્યકત્વ, એટલે એ પામ્યાથી ભવપાર થવાય,
પ્ર-તે ભવપાર કરાવનાર શું ચારિત્ર નથી? ઉo_અલબત તે છે, પણ પહેલું સમ્યકત્વ જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org