________________
અરિહંત, પેલાને એકલે હાથે ખીલા ઠેકવાના હતા, એમાં તો ખીલે ઠોકતાં માથું હલી જાય એટલે ખીલે અંદર પેસે જ નહીં, તેથી પ્રભુ સીધા થાંભલા જેવા અકકડ જ ઊભા રહ્યા. આ સમતાભાવ શુદ્ધિ-બુદ્ધિ પાપાનુબંધ ઊભે હોય તે ન આવે, પાપાનુબંધમાં તો પાપ બુદ્ધિ જ જાગે, પછી પુન્યને ઉદય હોય ત્યાં પાપાનુબંધથી પાપ બુદ્ધિ જ જાગવાનો
દા. ત. પુણ્યના ઉદયથી કેઈએ આપણને જરા માન આપ્યું ને તે વખતે “હું કાંઈક છું” એ મનમાં થયું–તો તે પાપબુદ્ધિ છે. માનકષાય એ પાપબુદ્ધિ છે, એમ અશુભના ઉદયમાં કાંઈ વેદના-રોગ થાય, ત્યારે “હાય, હાય થાય-તે પાપબુદ્ધિ છે. તે પાપબુદ્ધ પાપના અનુબંધાને લીધે છે.
તો સવાલ આ છે કે ભગવાને ખીલાની વેદનાના કર્મ બાંધેલા, એ તે પાપના અનુબંધવાળા બાંધેલા તે પછી ખોલા ઠકાતા હતા, છતાંય હાય નાંહે, “વોય નહિ પછી વળી ભગવાન ગોચરીએ ગયા, ત્યારે કોઈને તેમણે કાંઈ કહ્યું નહીં, કે “ખીલ કાઢી નાખો એટલી બધી ચાલુ વેદના વખતે પણ સમતા હતી તો આ કેમ બન્યું ?
આનું સમાધાન એ છે કે અલબત, પાપાનુબંધ તીવ્ર બાંધ્યા હતા, પણ વચગાળામાં વિધભુતિના ભવમાં, નંદન રાજાષના ભવમાં, ચકવતીના ભવમાં તે તીવ્ર દુષ્કૃતગહ સાથેના આરિહંતના ધ્યાનથી તોડી નાખેલા, તીવ્ર પાપાનુબંધ તોડનાર–માત્ર અરિહંતનું એક ધ્યાન:
પ્રક-આરિહંતનું ધ્યાન તીવ્ર પણ પાપાનુબંધે કેમ તોડી શકે ?
ઉ૦-અરિહંતના ધ્યાન વખતે અર્થાત્ અરિહંતનું સ્વરૂપ વિચારતાં અંતરંગ શત્રુઓને બાજુએ મૂકવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org