SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદ પ્રકાશ વિના મટે નહિ અને તે વિના આમ સમૃદ્ધિ પ્રગટે નહિ તો પછી અહીં આમધ્યાનથી આમ સમૃદ્ધિઓ આવી મળે એટલું જ કહ્યું, એનું શું ? આતમ-ધ્યાનનો અર્થ : ઉ–અહીં “આતમસ્થાનને અર્થ એ છે કે બધી આત્મ-હિતની પ્રવૃત્તિઓ કેન્દ્રમાં આત્માને પૂરો ખ્યાલ રાખીને કરવાની છે, આભાને ઉદ્દેશીને કરવાની છે, અને આમાના સ્થિર લક્ષ સાથે કરાતી હિતપ્રવૃત્તિઓ પણ આત્મ-ધ્યાનરૂપ છે-એ વાત વિચારાઈ ગઈ છે. “જ્ઞાનધ્યાનમાં ઉજમાળ રહેજો – હિતવચનમાં “ધ્યાન શબ્દથી એકાગ્રતાપૂર્વક કરાતા ધાર્મિક આચાર-ક્રિયાઓ જ લેવાની છે. જ્યારે “આત્મધ્યાન” શબ્દથી મુખ્ય ઉદેશે આત્માનો લીધો એટલે પછી દેવદર્શનાદિ હિતપ્રવૃત્તિઓ દુન્યવી સુખના ઉદ્દેશથી નહિ કરાય; કેમકે એ સુખ તે આત્માના નહિ કિન્તુ કાયાના, કાયા અને ઈન્દ્રિનાં, સુખ છે, આભાના ઉદ્દેશમાં તો આ સુખ નહિ પણ કલ્યાણ આવે. અણસમજુ જીવ બધું સુખ માટે કરે છે. સમજુ જીવ બધું કલ્યાણ માટે કરે છે. એટલે આતમધ્યાને કહીને આત્માના મુખ્ય લક્ષવાળી જ શુદ્ધ આત્મકલ્યાણ માટેની હિત પ્રવૃત્તિઓ લેવાનું સૂચવ્યું. એ પણ એકાગ્રતાપૂર્વક અર્થાત તન્મય થઇને કરાય તો જ ધ્યાનરૂપ બને; તેથી એને તન્મય થઈને કરવાનું સૂચવ્યું. બે વાત થઈ:હિત પ્રવૃત્તિઓ (૧) આત્માના જ ઉદ્દેશથી કરવાની, અને (૨) એકાગ્રતા-તન્મયતાપૂર્વક કરવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy