________________
અરિહંત આત્મહિતની પ્રવૃત્તિ :
પહેલાં જડને મહત્વ આપીને, જડની પૂર જેસમાં પ્રવૃત્તિ કરતો હતો, એવી પ્રવૃત્તિ કરતો હતો કે નજર સામે જડ ને જડ રહે. વેપારી દુકાન પર બેસે તો માલ ને પૈસા સિવાય કાંઈ સામે આવે તો તેને ધ્યાનમાં જ નથી લેતો, એવી રીતે હવે આત્મજ્ઞ બને તે તેની સામે આત્મહિત સિવાયની બીજી વાત આવે તે એના પર બહુ લક્ષ જ ન દે, એ તો આત્મહિતની એવી પ્રવૃત્તિઓમાં લીન રહે કે એને આભા જ આભા યાનમાં રહે એટલે કે નજર સામે આત્મા જ આવ્યા કરે ત્યાં પ્રવૃત્તિ જ એવી ! જેમ નવરા પડો ને જે વિકથામાં ચડે તો નજર સામે જડ જ આવે, એમ નવરા પડે ને મહાપુરુષનાં ચરિત્ર વાંચે તે નજર સામે પરાક્રમી આભા જ આવે. “કેવું સરસ તેમનું કામ!
આમ આત્મહિતની ધરખમ પ્રવૃત્તિ થયા કરે, તે એમાં આત્મા જ નજર સામે આવ્યા કરે; અને એવું કરાય તે સીધાં વેતરણ થાય, ને તેથી જૂનાં આંટા ઊકલી જાય, જુની વેતરણનું વળતર થઈ જાય, - જ્યારે આત્મા અનાત્મા હતા, ત્યારે રંગરાગ ને મોજ-મજામાં હતું, જડમુખે હતો, એટલે કે એ જે કાંઈ કરે ત્યારે જ તેની સામે આવે, એના બદલે આત્મજ્ઞ પુરુષને મહાપુરુષ-ચરિત્રનાં વાંચન વગેરે કરતાં કરતાં તેની સામે ત્યાગ-વૈરાગ્ય-સંવેગ-નિ:સ્પૃહતા-વાતવાતમાં વિરતિ, આટલું બંધ, આટલે ત્યાગ એ બધું નજરે ચઢે છે. અનામત્ત અવસ્થામાં આ બધું કયાંથી હેય? એને તે કુટુંબની સેવા, પરિવારની સેવા, વેપાર ખટલાની સેવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org