________________
૨૧૦
નવપદ પ્રકાશ વિચારણામાં વિશેષ તો ભેદ-છેદ કરવાનો છે. તે વખતે ખાસ વિશેષતા, ખાસ ધ્યાન, ખાસ સાવધાની એ રાખવાની છે કે અરિહંતના પર્યાય સાથે આપણામાં કેટલી પરિણતિ થઈ તે જોવાનું છે. એકલે અરિહંતને ચોપડો ન વાંચીએ, જોડે જેડે આપણે પણ વાંચતા જઈએ, એમ કરવું જોઈએ. તે ન થાય તો પેલી હરણની કથા જેવું થાય, - ઉદાહરણ-ભટ્ટજી કથા કરતા હતા, “જુઓ, રાવણે સીતાનું હરણ કર્યું સભામાંથી “જી બોલ્યા, પણ સાંભળનાર ડોબા જેવા હતા. ભટ્ટજીએ તેમને પૂછ્યું, “સમજી ગયા ? ”
શ્રોતા: “હા પણ હવે રાવણ હરણને શું કરશે ?
આ શું કર્યું? “સીતાનું હરણ કર્યું તે સમજવામાં શ્રોતાએ બુદ્ધિ ન વાપરી,
અરિહંતનું પાન કરીએ તે બુદ્ધિ વાપરવી કે “મારે અરિહંત સાથે શું લેણદેણ છે? કોને ખબર મારા આત્મા પણુ અરિહંત હોય તે ? મારુ દ્રવ્ય ઊંચું હોય તો તો શું કામ નીચાણમાં વહી રહુ છું ? મારે તો ઊંચે વહવાનું છે, અરિહંતનું આપણે દ્રવ્ય-ગુણુ-પર્યાયથી ધ્યાન કરતાં કરતાં નીચાણમાં વહેતા આત્માને ઊંચે વહેડાવવાને છે: પંપ લગાડવાને છે, ફેસ લગાડવાનું છે, ચિંતન ને પ્રગતિ
અરિહંતનું ધ્યાન કરીએ એ આપણા આત્માને લાગુ કરવાનું તેની સાથે સંબંધ જોડવાનો કે “આમાંથી મારે કેટલું કરવાનું ? ” આ શ્રવણની ગંભીરતા છે,
ગંભીર બને તો રહસ્ય સમજાય,
દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંતનું ચિંતન કરતાં, આપણા આત્મામાં કેટલી પ્રગતિ થઈ તે ચિંતન કરતા જઈએ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org