SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ૨૦૭ આમ આ પાંચ અવસ્થાએ અરિહંતના પર્યાય કહેવાય, (૧) પિંડસ્થ અવસ્થા : જન્માવસ્થા અરિહંતને જન્મ થાય કે દિકકુમારીએ નવડાવવા આવે, કપડાં પહેરાવવા આવે, રાસડા લે, ને ભગવાન પોતે નાના બટકા જેવા. તેમને કહે: “હે ભગવાન! તમને અમે નમીએ છીએ પછી મેટા ઈન્દ્ર મેરશિખર પર આટલા નાના ભગવંતને લઈ જઈ હરખભેર મોટા મોટા કળાથી અભિષેક કરે! છતાં આ બધાથી પ્રભુને અભિમાન નહિ થયું ! પિતા રાજા તરફથી જન્મમહેસવમાં પણ એમ જ નિરહંકાર ! સામંતો આવે, શેઠિયાઓ આવે, બધાય નમવા આવે, “અમને પારણું ઝુલાવવા દો.” બધા તલપાપડ થાય. ભગવાન આ બધું જાણે પણ તે માન-સન્માન-સત્કારમાં લેવાઈ ગયા નહીં. અભિમાન ન કર્યું કે કેવું મેટા મેટા દેવ-ઈન્દ્ર મારૂં સન્માન કરે છે ! અભિમાન કોણ કરે? મૂખ કે ડાહ્યો? અભિમાન અને કાળ: ભૂખે ઉંદર અભિમાન કરે છે, તે રાતના ફરવા નીકળે. છાજલી પર ઘઉંની બરણીમાંથી દિવસે ઘઉં લેતાં ચાર પાંચ દાણા વેરાયલા તે મળ્યા તે ખુશી ખુશી ! તે પાછલા બે પગ પર ઊભો થઈ, પૂંછડી ઊંચી કરી, અભિમાન કરે છે: “પેલા ઉંદર કરતાં હું કે બહાદુર? પાંચ દાણા મળ્યા પણ તેને ખબર નથી કે પાછળ કાળે બિલાડે ઊભો છે ! તે બિલાડે વિચારે છે: “જણ સ્થિર થા, પછી હડપ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy