________________
૨૦૪
નવપદ' પ્રકાશ ને એના મોહમાં આ જનમમાં મૂળભૂત ધર્મ સાથે નહિ, એટલે ભવાંતરે ભીખ માગવાની! મૂળ સલામત તો સબસલામત, માટે મારે મૂળ તે ધર્મ, તેને જ પકડવાને.” - મરીચિ અરિહંત દ્રવ્ય છે, કેટલું ઊંચું એ સહેજમાં વૈરાગ્ય!
સાધુઓ ! તમે સંસારને છોડીને અહીં આવ્યા, ડાળ-પાંખળાંને વળગવાનું તમે છોડી દીધું છે, ને ધર્મ મૂળ પકડ્યું છે, એ ન ભૂલશો તો અહીં ધર્મ જ સૂઝશે; ગોચરી પાણી વગેરેની અનુકૂળતા નહિ જવાય.
અરિહંતની આ વડાઈ છે, “પ્રભુ! તમારું દ્રવ્ય કેટલું ઊંચું ? જુદા જુદા ભગવાનનું જુદું દ્રવ્ય, એકેકની વિશિષ્ટ તથાભવ્યતા, મલિનાથ ભગવાને દીક્ષા લીધી જે દિવસે, તે જ દિવસે સાંજે કેવળજ્ઞાન ! જૈન દર્શનમાં સ્ત્રી જન્મની યશગાથા: - અજ્ઞાન લેકે કહે છે કે: “જૈન ધર્મે સ્ત્રીની કિંમત નથી આંકી. જવાબ એ છે કે જૈન ધર્મે સ્ત્રીની જે કિંમત આંકી છે, તે અન્ય નથી આંકી. મલ્લિનાથ સ્ત્રીના અવતારે તીર્થકર તો થયા પણ વધારામાં મલ્લિનાથ ભગવાનને દીક્ષાને દિવસે જ કેવળજ્ઞાન થતું બતાવ્યું છે! જ્યારે ગષભદેવને તથા મહાવીર સ્વામીને માટે તેવું નથી બતાવ્યું. તે જૈનદર્શને સ્ત્રીનું કેટલું ગૌરવ કર્યું છે?
હકીકતમાં તો એવું છે તેવું જૈનશાસને રજુ કર્યું છે.
(૨) અરિહંતનું દ્રવ્ય, ગુણને પર્યાયથી ધ્યાન કરવાનું. ગુણથી વિચાર કરવ, ગુણથી ધ્યાન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org