________________
અરિહંત
૨૦૩ અરિહંતનું દ્રવ્યથી ચિંતન કરે: “હે હે ! પ્રભુ ! તમારું દ્રવ્ય કેટલું ઊંચું ? અનાદિ કાળથી વિશિષ્ટ તથાભવ્યત્વ! આપને અલ્પનિમિત્તમાં મહાવૈરાગ્ય! ગુરુના અલ્પ ઉપદેશમાં મહાસમ્યકત્વ! નયસારે સમ્યકત્વની કેવી આરાધના કરી હશે ?” મરીચિની આરાધના :
મરીચિ તરીકે જમ્યા, ત્યારે તેમના શરીરમાંથી સૂર્યનાં કિરણની જેમ કિરણ-મરીચિ નીકળેલાં, માટે “મરીચિ' નામ પડયું, તે છે સમ્યકત્વની મહાન આરાધનાનો પ્રભાવ, એ કેવી મહાન આરાધના હશે? તેઓ સમવસરણમાં ગયેલા, તેમની સાથે ભારતના દીકરાઓ હતા, બીજા ઘણા ગયેલા, બીજા તો સમવસરણ પરચઢયા, પ્રભુને વંદન કર્યો, પ્રદક્ષિણ દીધી, ઉપદેશ સાંભળે ને પછી બોધ પામ્યા...જ્યારે મરિચીને તો સમવસરણ દેખતાં જ બોધ થયે! સમવસરણના કાંગરે કાંગરે ઝગારા મારતાં રત્ન! એ બધું જોતાં જ વિચારમગ્ન થયા : “દાદાજીના ધર્મને આ પ્રભાવ!”
આંબે વા હોય તો થડ, ડાળી, પાંદડાં, મોર, કેરી આવે, આ બધું મૂળ ઉપર બીજરૂપ ગેટલા પર આધાર રાખે છે.
- તેમ ધર્મ તે ગોટલ છે. તેના પર સમવસરણ થાક્ય. ઇબ્રે–દેવ દેહતા આવે. સંસારમાં રહે તો ધર્મ થી કંચન, કામિની, સત્તા, બગીચા, ગાડી વગેરે મળે, મૂળમાં ધર્મ કામ કરી રહ્યો છે.
તે મરીચિએ વિચાર કર્યો : “મારે મૂળ પકડવું? કે ડાળ-પાંખળાને પકડીને બેસી રહેવું ? ડાળ પાંખળાં તુલ્ય લક્ષમી-લાડી–વાડી–ગાડીની લીલાએકદિકરરરફ ઊડી જશે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org