________________
૧૮૮
નવપદ પ્રકાશ
ઉત્કૃષ્ટ અહિંસા-સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસાનો ઉપદેશ કરનાર આ ભગવાન છે.
એમ તો અહિંસા બધા કહે છે, પણ તે જીવોને પૂરેપૂરા ઓળખાવ્યા વગર કહે છે. ભગવાને પચેન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના સમસ્ત જીવોની ઓળખાણ કરાવી છે, અને ભગવાન પછી કહે છે : “આમની રક્ષા કરો એટલે સર્વ જીવોની અહિંસા ઉપદેશના પ્રભુ સાચા મહામાહણ છે.
ભગવાન નિર્ધામક છે' અરિહંત અને નિર્ધામક
સંસાર એક સમુદ્ર છે. જો તેમાં ફસાયેલા છે, એમાં એકેન્દ્રિયથી અસંsી પંચેન્દ્રિય સુધીના જીવો સમુદ્રની અંદર ડૂબાડૂબ છે. તેથી એમને “હું ઊંચું છું, નીચે છું” એવું કશું ભાન નથી. સંજ્ઞી પંચેન્દ્રિય જીવો સમુદ્રની સપાટી પર છે, એમને બીજા જીવો કરતાં ઊંચે હેવાનું ભાન થઈ શકે છે. એમને સામે કિનારે દેખી શકાય છે, તેમ જ કિનારે પહોંચવા માટે ચારિત્ર ધર્મનું જહાજ દેખાય છે. માત્ર મનુષ્યને એ જહાજ મળી શકે છે. એ જહાજને ચલાવનાર મુખ્ય નિર્યામક-સુકાની તીર્થકર ભગવાન છે. એ મનુષ્યોને ચારિત્ર ધર્મના જહાજમાં બેસાડે અને એનું સંચાલન કરી મોક્ષના કિનારે ઉતારે, અર્થાત સમ્યક્ દશનપૂર્વકના ચારિત્ર ધર્મનું દાન કરે છે, અને એના વિધિ વિધાન બતાવી પાલન કરાવે છે, ને કમશ: મોક્ષ પ્રાપ્ત કરાવે છે. માટે ભગવાન નિર્ધામક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org