________________
નવપદ પ્રકાશ સેવવા છતાં આંતરિક પરિણતિ ન થતી હોય, તે બાહ્યધર્મ નકામો ગયો સમજી સાવધાન થઈ જવાનું, અને બાહ્યધર્મ કરવા સાથે આંતરિક પરિણતિ ઘડતા રહેવાનું. એમાં ચૂકવાનું નહિ, સાધક આત્મા વારેવારે પોતાની આંતરિક પરિણતિને તપાસે, એ તપાસનાર ઘણું અપાયોથી-નુકસાનથી બચી જાય છે.
દા. ત. કોઈ સાધુની પરિણતિ સંયમની ચાલી રહી છે; હવે કેઈએ એની ચીજ આઘીપાછી કરી, કે કાંઈક કઈ એને ભારે બોલી ગયે, તેમાં જો એણે ગુસ્સો કર્યો, તે એની ધર્મપરિણતિ ગઈ! પરંતુ “ નુકસાન કરનારને બેવડું વાત્સલ્ય! એમ કરે તો ધર્મ પરિણતિ વધે, પરિણતિને જે આ ખ્યાલ હય, તે ઘણી રીતે બચી જવાય.
એમ દેરાસરે ગયા. ત્યાં સી નજરમાં આવી. ભગવાનના દર્શન કરતા હોઈએ, અને આપણી પરિણતિનો ખ્યાલ હોય તે તેનાથી બચવા તરત આંખ મીચી દેવાય; ને ભગવાન આબેહૂબ જતા રહેવાય, કેમકે આ જેવા જઉં તો વીતરાગ ભૂલાય. એટલું જ નહિ, પણ વીતરાગની જિજ્ઞાસાય ખલાસ થઈ જાય એ ભય છે, એ ખ્યાલ છે, ને એમ આંતરિક પરિણતિ બગડવા દેવી નથી.
વીતરાગ દર્શનની ઈચ્છા-જિજ્ઞાસા એ ગુણ છે. તે જિજ્ઞાસા, સીદશન કરે, તે મરી જાય, ત્યાં દર્શનની પરિણતિ ઊભી કરવી છે, તે ત્યાં સ્ત્રી તરફ આંખ મીંચાઈ જ જાય, અથવા નીચી પડી જ જાય. સ્ત્રી આજના જમાનાની, એટલે માથાં ઊઘાડાં હેય, આપણી નજરમાં આવે ત્યાં આપણે આપણી સલામતો જોવાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org