SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ૧૮૩ અસ્તુ. વાત એ છે કે દરેક આચારમાં વીચારપાલન તરીકે જેમ ઉસાહ ખૂબ ભેળવવા જોઈએ, તે જ આત્માની શુદ્ધ પરિકૃતિ વધતી ચાલે. ધ્યાનમાં રહે કે એ પરિણતિ એ વાસ્તવ ધર્મસ્વરૂપ હેઈ, બાહ્યધર્મ બધે કરીને સરવાળે આંતરિક પરિણતિ અવશ્ય ઘડવાની જગવવાની છે. તે જ એ ધર્મરૂપ બને, કઈ પૂછે : પ્ર—ધર્મ શું છે? ઉ –ધર્મ એ આંતરિક પરિણતિ છે. હાલમાં લખ્યું છે કે “ધર્મ શ્ચિત્ત-પ્રભ ધર્મ તે ચિત્તમાં જન્મનારો છે. એમ કહેતા નહિ, કેપ્ર-ધર્મ જે આત્મ-પરિણતિ રૂપ છે તો બાહ્ય ધર્માચારની શી જરૂર છે? ઉ –બાહ્ય ધમ તો આંતરિક પરિણુતિને પ્રગટ કરનાર છે, પુષ્ટ કરનાર છે, માટે જરૂરી છે. જે બાહ્ય ધર્મ આચરણ નહિ હોય તે પાપાચરણ ચાલુ રહેવાનાં, ને એથી કોઈ અંતરમાં ધર્મપરિણતિ ન જાગે, ત્યાં તો પાપપરિણતિ જ પોષાયા કરવાની, રોજ આફસના રસ ને ચીરિયાં ઉડાવવાં છે, ને અંતરમાં વીતરાગભાવની પરિણતિ તરફ લઈ જતી વિરક્તતાની પરિણતિનો દાવો રાખવો છે, એ ઢોંગ ધતુરે છે. એ તો બાહ્યથી થોડો પણ આંબાનો ત્યાગ –ધર્મ પાળે તો જ અંતરમાં કંઈક પણ વિરક્તાની પરિણતિ જાગે, સારાંશ:-બાહ્યધર્મ આંતરિક પરિણતિ માટે ખૂબ જ જરૂરી છે. અલબત એટલુ ધ્યાનમાં રહે કે જે બાહ્યધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy