SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ નવપદ પ્રકાશ ચારિત્રાચારમાં વીર્યાચાર : એમ ચારિત્રાચારમાં દાખલા તરીકે ગમનાગમન વિધિમાં નીચું જોઈને તે ચાલશે, પરંતુ સાથે વીચારને એટલે વધતા, ઊછળતા ઉત્સાહ-ઉલ્લાસને અમલ નહીં હાય : તે “પરાણે પ્રીતની જેમ નીચું જોતો રહેશે. કોઈ પૂછે : “કેમ ભાઈ, નીચું જોઈને ચાલો છે ? તો કહેશે ભાઈ! સાધુ થયા એટલે એમ જ ચાલવું પડે, નહીંતર પાપ લાગે ત્યાં જે વીર્યાચાર ભાર માથે હશે. તો સાથે એટલે બધે ઉલાસ-ઉત્સાહ હશે કે ઉપરોક્ત પ્રશ્નના જવાબમાં તે કહેશે “અરે! આપણું અહોભાગ્ય કે આપણને જિન શાસન મળ્યું, જેણે જીવરક્ષા માટે ઈર્યાસમિતિ (નીચું જોઈને ચાલવું) વગેરે ઉચ્ચ કેટિના ધર્મ બતાવ્યા એથી એમાં જીવદયાને પરિણામ વધતો જાય તેમજ ભગવાને બતાવેલ ક્રિયામાં અહેભાવ વધતો જાય. આ બધું સ્વતંત્ર વીચાર્યના પાલનને ભારે માથે રખાય તે જ બને, કેમકે એ વીર્યાચારના પાલનમાં જોમ વધારવાનું છે એટલે માનસિક પરાક્રમ અર્થાત અત્યંત ઉપાદેયભાવના વિચાર સાથે મનની એકાકારતા-તન્મયતા વધારવાની છે, ને સાથે મનનો ઉછરંગ-ઉત્સાહ પણ ખૂબ જ વધારવાના છે. આવા સ્વતંત્ર વીચારપાલનના મહત્વના હિસાબે જ જ્ઞાનાચારાદિના એકેક પ્રકારનું આચરણ જેમ--વેગforce-પાવરવાળું બને છે, કે જે અવસર આવ્યે વીતરાગસર્વજ્ઞ બનાવી દે છે. દા. ત. વિકલચીરી રાજકુમાર મૂળ તાપસકુમાર, અવસ્થાના ભાંડાનું વીર્યાચારની પ્રબળતા સાથે પડિલેહણ કરતાં કરતાં કેવળજ્ઞાન પામી ગયા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy