________________
૧eo
નવપદ પ્રકાશ લડાઈમાં તેમને રસ ન હતો તેથી જ સ્વેચ્છના અભિમાન ઉપર એમણે શિકસ્ત આપવાની ગાંઠ વાળી ન હતી. એટલા બધા પ્રભુ નિલેપ, અનાસક્ત ને જ્ઞાનપ્રધાન જીવનવાળા હતા. માનવતા :
પ્લેચ્છ રાજાને શિખામણ જરૂર આપી, “આપણું જીવન જનાવર કરતા ઊંચું છે. આપણે ઊંચે માનવ જન્મ છે, તો આપણાથી જે નીચે હોય તેને સહાયતા કરવાની –એના પર અનુગ્રહ-કૃપા કરવાની એ આપણે ધર્મ છે; આપણું ઊંચું કૃત્ય છે, કિંતુ નીચાને કચડવાને ધર્મ નહિ; નીચાને –દુબળાને કચડવો એ હલકું કૃત્ય છે, પિશાચી કૃત્ય છે, પાશવી કૃત્ય છે. ઊંચું કૃત્ય તો નીચાને-નબળાને સહાય કરવાનું છે, તેનું નામ છે માનવતા ! ”
આટલું અનાસક્ત જીવન હતુ પાર્શ્વકુમારનું. ૩૦ વર્ષના થયા એટલે તેમણે દીક્ષા લેવાની વાત કરી,
પિતા ના કહે છે, પરંતુ ત્રણ જ્ઞાનથી પ્રભુ જુએ છે કે “હવે ભેગાવલી કર્મ ક્ષીણ થઈ ગયું છે, હવે ભગ કર્મ રહ્યા નથી, તેથી પાપ અને ઉન્માદભર્યા સંસારમાં બેસી રહેવાય જ નહિ. એટલે માતાપિતા ને પત્નીને દીક્ષા માટે સમજાવી લે છે.
પ્રભુનું જ્ઞાન પ્રધાન જીવન હતું, તેથી જ્ઞાનથી જેનારા હતા.
જ્ઞાનનો ઉપયોગ વિષયોથી ઉભગવા માટે હોય. સંસારના રંગરાગ, વિષયેની ઉજાણી ને પ્રમાદના આચરણના ભારમાંથી બહાર નીકળવા માટે હોય; કષાયોને નામશેષ કરી નાખવા માટે હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org