SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ઉ-વાત સાચી છે, નિકાચિત કર્મ ભેગવ્યા વિના, અરિહંતનમસ્કાર, અરિહંતધ્યાન માત્રથી ન તૂટે; પરંતુ એ નિકાચિત કર્મમાં રહેલ પાપ(અશુભ) અનુબંધે તૂટી જાય છે. એનું કારણ અશુભ અનુબંધ એ કર્મોમાં રહેલ જાણે બીજશક્તિ છે, એટલે કે મોહની પરિણતિરૂપ છે, જે પાપબુદ્ધિ જગાડી જીવને પાપિઠ જ બનાવે છે, આ અશુભ અનુબંધ સ્વરૂપ મોહપરિણતિ નિર્મોહી અરિહંત તરફના ઝકાવની આત્મપરિણતિથી નષ્ટ થાય એ સહજ છે. આમ અરિહંતનમસ્કારથી નિકાચિત કર્મમાં રહેલ પાપાનુબંધ તૂટ્યા એટલે પછીથી નિરનુબંધ નિકાચિત કર્મ ઊભા રહી ગયા ખરા, પરંતુ હવે સાનુબંધને બદલે નિરાનુબંધ બનેલા એ નિકાચિત કર્મ ઉદય પામશે, ત્યારે માત્ર શારીરિક કષ્ટ દેખાશે, કિંતુ આમાનું કશું જ બગાડી શકશે નહિ, આત્માના શુભ ભાવને બગાડી નહિ શકે. એટલે પછી અરિહંતનમસ્કારથી નિકાચિત કર્મ તૂટવા જેવા જ છે એમ કહી શકાય, દા. ત. ૫oo મુનિઓને પાલક પાપીની ઘાણીમાં પલાઈ ભયંકર વેદના ભોગવવાના નિકાચિત કમ હતાં, કિંતુ એ નિરનુબંધ હતાં, પૂર્વ જન્મમાં અને અહીં અરિહંતનમસ્કાર, દુકૃતગહ આદિથી એ કમેના અનુબંધો તોડી નાખેલા. એટલે હવે અહીં એ કર્મોએ શરીરને જાલિમ વેદના આપવા સિવાય આત્માનું શું બગાડયું? ઉર્દ એ કર્મો હટી જતાં એની સાથે એના સાગ્રીત જેવાં ઘાતી કર્મો સમસ્ત ઊડ્યાં અને ક્ષણમાં કેવળજ્ઞાન પામ્યા. કદાચ એ મુનિઓ મુનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy