SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ૧પ૭ એ છે કે એમને સ્થિર તત્વચિંતનની ધારે એવી આંતરા વિના સતત ચાલે છે કે બીજા કેઈ વિકલ્પને ત્યાં સ્થાન જ નથી. તત્ત્વનું ચિંતન ચાલ્યું એટલે તત્ત્વનું જ ચિંતન, પછી વચમાં ભલે કે ઉપદ્રવ આવે તો પણ કેઈ બીજે વિચાર જ નહિ. તત્ત્વ વિચારધારા અખલિત ચાલુ ! આ શું ઓછા સકલ અધિકગુણ અતિશય છે? સંગમ : દા. ત. સંગમે પ્રભુને જાલિમ ત્રાસ આપીને પણ ડગાવવાને ભેખ લીધો હતો. તેણે છ માસ સુધી ભગવાનને હેરાન પરેશાન કર્યા. આ સંગમ સામાનિક દેવ હ. ઈન્દ્રના જેવી સમૃદ્ધિવાળે હતે. સભામાં ઈન્દ્રના મુખે પ્રભુના નિશ્ચલ સત્વના ગુણગાન સાંભળી, તેને અભિમાન ચઢયું, કે “ઈન્દ્ર શી વાચાળતા કરે છે ? દેવતા આગળ મનુષ્ય એટલે મચ્છરે ! તેને તો આમચપટીમાં ચાળી નાખું ! ” આ અભિમાનથી તે ભગવાનની પૂંઠે પડ હતો. ભગવાન કાઉસ્સગ્નમાં ઊભા હેય, તો સંગમદેવ એક બાજુથી આખલે દોડાવે; બીજીબાજુથી ગોવાળિયા ડાંગ લઈને જાણે મારવા દોડતા આવે, ચારેકોરથી ત્રાસની પરિસ્થિતિ છતાં ભગવાનના આ તત્ત્વવિચારગુણની સ્થિરતા એવી દેખાય કે જાણે આખેલો હમણાં શીંગડાં મારશે! ગોવાળિયાઓ ડાંગ મારશે ! છતાં તેને વિચાર પણ નહિ. તેમજ બીજા પણ કેઈ ભય, શંકા, ખેદ, હરખ આદિના વિચાર નહિ. એમ તવ વિચારમાં ડૂબી ગયા પછી ઉપર આવવાનું નહિ, પ્ર–આખી નદી પાર કરી જઈએ છીએ ને અંગૂઠોય ને ભીંજાયે, આ બને ખરું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy